Get The App

25000 કરોડનું એમએસસીબી કૌભાંડ

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
25000 કરોડનું એમએસસીબી  કૌભાંડ 1 - image


મુંબઈ :  મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના નેજા હેઠળ કુલ ૩૧ જિલ્લા સહકારી સેન્ટ્રલ બેન્કો સામેલ છે. દેખીતી રીતે જ મોટાભાગની બેન્કો કોઈને કોઈ રાજકીય નેતાના કબજામાં છે.  ૨૦૦૨થી ૨૦૧૭ વચ્ચે એમએસસીબીએ સહકારી ખાંડ મિલોને લોન આપી હતી. બાદમાં આ લોન નહીં ભરાતાં બેન્કે આ આ ખાંડ મિલોની જમીન તથા મશીનરીની લીલામી કરવા માંડી હતી. એનપીએ થયેલી લોનોની રકમ રિકવર કરવાના બહાને આ ઓકશનમાં મોટાભાગે રાજકીય નેતાઓના સગાસંબંધીઓને જ પાણીના મૂલે ખાંડ ફેક્ટરીઓની જમીનો પધરાવી દેવામાં આવી હોવાના આરોપો થયા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થતાં હાઈકોર્ટે ૨૦૧૯માં રાજ્ય પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.



Google NewsGoogle News