Get The App

પુણેમાં 24મીથી ડિફેન્સ એક્સ્પોઃ મિસાઈલ સહિતનાં સરંજામનું પ્રદર્શન

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
પુણેમાં 24મીથી ડિફેન્સ એક્સ્પોઃ મિસાઈલ સહિતનાં સરંજામનું પ્રદર્શન 1 - image


અગ્નિવીર ભરતી માટે ખાસ સ્ટોલ હશે

સૈન્ય દળો ઉપરાંત પબ્લિક સેક્ટરની ડિફેન્સ ઉત્પાદન કંપનીઓ ભાગ લેશે

મુંબઇ  :  મહારાષ્ટ્રમાં શસ્ત્ર-સરંજામના ઉત્પાદન ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલી સિદ્ધિ તેમ જ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની ઝાંખી કરાવવા માટે પુણેમાં ૨૪મીથી ૨૬મી ફેબુ્રઆરી દરમ્યાન મહારાષ્ટ્ર ડિફેન્સ એકસ્પો-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.

પુમેના મોશી ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટરમાં યોજાનારા પ્રદર્શનમાં મહારાષ્ટ્રમાં કાર્યરત ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ના એકમો, સંરક્ષણ દળો માટે વિવિધ શસ્ત્રો અને સામગ્રીનું ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓ તેમ જ ડિફેન્સ પબ્લિક સેકટર કંપનીઓ ભાગ લેશે. ઇન્ડિયન એરફોર્સ (આઇએએફ) તરફથી આધુનિક લાઇટ હેલિકોપ્ટર અને લાઇટ કોમ્બાર હેલિકોપ્ટર તેમ જ આકાશ અને સમર મિસાઇલ સિસ્ટમ પ્રદર્શિત કરવામાં  આવશે.

નવી પેઢીને સંરક્ષણ દળમાં જોડાવાની પ્રેરણા મળે એ માટે ખાસ પુણેની સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.અગ્નિવીર બની સંરક્ષણ દળમાં જોડાવા માગતા હોય એમને માટે પણ ખાસ સ્ટોલની જોગવાઇ કરવામાં આવશે. આ પ્રદર્શનને મહારાષ્ટ્ર એમએસએમઇ (માઇક્રો-સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ) ડિફેન્સ એકસ્પો-૨૦૨૪ નામ આપવામાં આવ્યું છે.



Google NewsGoogle News