મુંબઈમાં આચારસંહિતાના ભંગની 245 ફરિયાદો
સૌથી વધુ 26 ફરિયાદો ચાંદિવલી વિધાનસભા મતદારસંઘમાંથી નોંધાઈ
મુંબઈ : લોકસભા ચૂંટણી દરમ્યાન મુંબઈ સબર્બન જિલ્લાના ૨૬ વિધાનસભા મતદારસંઘોમાં આચારસંહિતાના ભંગની ૨૪૫ ફરિયાદો સી-વિજીલ એપ પર પ્રાપ્ત થઈ છે. સર્વાધિક ૨૬ ફરિયાદો મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા મતદારસંઘના ચાંદિવલી વિધાનસભા મતદારસંઘમાંથી આવી છે.
લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગી ગઈ છે. ત્યારે રાજકીયપક્ષોને તેમના પ્રચાર બાબતે ખૂબ જ સાવધાન થવું જરુરી છે. તેવામાં જો કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન થતું દેખાય તો વ્યક્તિ સંબંધિત ફોટો કે વિડીયો મૂકીને ભંગ કરનાર સામેની ફરિયાદ નોંધાવી શકે છે. મતદાર નોંધણી, મતદાર કેન્દ્રનું ઠેકાણુ, ઈવીએમ, ચૂંટણી ખર્ચ કે ચૂંટણીના કોઈપણ ગેરપ્રકાર બાબતે કોઈપણ ફરિયાદ હોય તો વ્યક્તિ સંબંધિત સરકારી વેબસાઈટ પર જઈ તેની ફરિયાદ નોંધાવી શકે છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ થશે.