ઓરિસ્સાની 23 વર્ષની અભિનેત્રી રશ્મિ રેખાનો આપઘાત
લિવ ઈન પાર્ટનર સાથેનો વિખવાદ કારણભૂત હોવાની ચર્ચા
મુંબઇ : રિજિયોનલ મનોરંજન ઈંડસ્ટ્રીમાં યુવા અભિનેત્રીઓ દ્વારા રિલેશનશિપ પ્રોબ્લેમ તથા કારકિર્દીમાં ઝડપી ઈચ્છિત સફળથા ના મળતાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. હવે ઉડિયા ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી રશ્મિ રેખાના મૃત્યુના સમાચાર આવ્યા છે.
ભૂવનેશ્વરમાં પોતાના ઘરે પંખા પર ગળે ફાંસો ખાઈ લીધો
અહેવાલો અનુસાર રશ્મિ પંખાથી લટકેલી હાલતમાં મૃત અવસ્થામાં જોવા મળી હતી. તે ભુવનેશ્વર માં ભાડાના મકાનમાં રહેતી હતી.
૨૩ વર્ષીય રશ્મિના પિતાએ પુત્રી સાથે રહેતા લિવ ઇન પાર્ટનર સંતોષ પાત્રા માટે શંકા વ્યક્ત કરી છે. તેણે પોલીસને જણાવ્યું હતુ ંકે, સંતોષે તેને પુત્રીના મૃત્યુના સમાચાર આપ્યા હતા.
કહેવાય છે કે, ૧૮ જુનના રોજ શનિવારે રશ્મિના પિતાએ પુત્રીને ઘણ ાકોલ કર્યા હતા. પરંતુ તેના ઉત્તર મળ્યા નહોતા. પછીથી સંતોષે ફોન કરીને રશ્મિનું નિધન થઇ ગયાનું જણાવ્યું હતું.
તે જે ભાડાના મકાનમાં રહેતી હતી, તેમણે જણાવ્યુ ંહતુ ંકે, રશ્મિ અને સંતોષ પતિ-પત્નીની માફક રહેતા હતા. જોકે સંતોષ થોડા દિવશોથી રશ્મિથી જુદો રહેવા ચાલી ગયો હતો.
પોલીસને તેના ઘરમાંથી સુસાઇડ નોટ્સ પણ મળી છે. હાલ તો પોલીસે બિનકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કેસ જણાઇ રહ્યો છે.
આ પહેલાં બેગાળમાં મનોરંજન જગતની ત્રણ અભિનેત્રીઓએ બહુ ટૂંકા સમયગાળામાં આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો હતો.