મહારાષ્ટ્રમાં 22મીએ આખા દિવસની જાહેર રજા
અન્યત્ર અડધા જ દિવસની રજા અપાઈ છે
સરકારી કચેરીઓ, શાળાઓ ઉપરાતં વિવિધ માર્કેટો બંધ રહેશે, રિઝર્વ બેન્કે પણ રજા જાહેર કરી
મુંબઇ : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે તા. ૨૨મીએ આખા દિવસની રજા જાહેર કરી છે.
કેન્દ્ર સરકારે આ દિવસે અડધા દિવસની રજા જાહેર કરી છે પરંતુ યુપી સહિત કેટલાંક રાજ્યોએ આખા દિવસની રજા જાહેર કરી છે. મહારાષ્ટ્રએ પણ આ બાબતમાં યુપીનું અનુસરણ કરી આખા દિવસની રજા જાહેર કરી દેતાં રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આખા દિવસ માટે બંધ રહેશે.
૨૨મીએ રજા માટે લાંબા સમયતી માગણી થતી હતી.
મુંબઈના વિવિધ બજાર સંગઠનોએ સોમવારે કામકાજ બંધ રાખી વિવિધ કાર્યક્રમો યોજવાનું અગાઉથી જ નક્કી કર્યું છે. આથી, આ દિવસે બજારોમાં વ્યપારી કામકાજ પર અસર પડી શકે છે.
બીજી તરફ રિઝર્વ બેન્કની એક યાદીમાં જણાવાયું હતું કે મહારાષ્ટ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ પચ્ચીસ હેઠળ તા. ૨૨મીએ રજા જાહેર કરી હોવતી તે દિવસે ગર્વનમેન્ટ સિક્યુરિટી, વિદેશ ી ચલણ, મની માર્કેટ, રુપી ઈન્ટરેસ્ટ રેટને લગતું કોઈ કામકાજ થશે નહીં. આ તમામ ટ્રાન્ઝેક્શનમાં સેટલમેન્ટ તા. ૨૩મી પર મુલત્વી રહેશે.