Get The App

મુંબઈમાં આ દિવાળીએ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ૨૨ ટકાનો ઉછાળો

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
મુંબઈમાં આ દિવાળીએ   પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ૨૨ ટકાનો ઉછાળો 1 - image


રજિસ્ટ્રેશન ફીની આવક બાવન ટકા વધીને ૧૦૮૧ કરોડ

આ વર્ષે ઓક્ટોબરમાં દશેરા અને દિવાળી એક જ મહિનામાં હોવાથી વેચાણ વધુ થયું હોવાનું અનુમાન

મુંબઈ :  આ દિવાળીની સિઝનમાં મહારાષ્ટ્રના રાજ્ય મહેસૂલ વિભાગ માટે મિલકત નોંધણીની આવકમાં નવા રેકોર્ડ સર્જાયા છે. ઓક્ટોબર દરમ્યાન મુંબઈમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં વિક્રમી વધારો થયો હતો અને ગયા વર્ષના દિવાળી મહિનાની સરખામણીએ બાવન  ટકા વધુ રૃા. ૧,૦૮૧ કરોડ એકત્ર થયા હતા. આ ઉછાળો શહેરના રિયલ એસ્ટેટ મારકેટને મહત્વ રીતે પ્રભાવિત કરતા ઊંચા મૂલ્યની મિલકતોની વધુ માગ દર્શાવે છે.

મહારાષ્ટ્રના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (આઈજીઆર) પાસેથી મળેલી માહિતી અનુસાર મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ ૧૧,૮૬૧ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનો સાથે ૨૨ ટકાનો વધારો નોંધાયો હતો. મિલકતની સરેરાશ કિમત રૃા. ૧.૬૬  કરોડની રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચી ગઈ હતી. આ માગ ૨૦૨૦ની કોવિડ દરમ્યાનની દિવાળીથી વિપરીત છે જ્યારે મિલકતની સરેરાશ કિંમત રૃા. ૧.૦૩ કરોડ હતી.

આ વર્ષે તહેવાર દરમ્યાન ઊંચા મૂલ્યની કિંમતના વેચાણમાં ઉછાળો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસીક ગાળામાં શહેરમાં મિલકતના વેચાણ નબળા રહ્યા હતા. નિષ્ણાંતોના મતે આ ઉછાળો ઓક્ટોબરમાં દશેરા અને દિવાળી બંને આવ્યા હોવાના કારણે પણ હોઈ શકે. ખરીદદારો આ બંને તહેવારો દરમ્યાન ખાસ કરીને મિલકત ખરીદવાનું શુભ માનતા હોય છે.

છેલ્લા છ વર્ષનો ઐતિહાસીક ડાટા મુજબ આ વર્ષના ઓક્ટોબર મહિનામાં મિલકતની સરેરાશ કિંમત સૌથી વધુ રહી છે. બીજી તરફ નવેમ્બર ૨૦૨૦માં ૯,૦૩૧ રજિસ્ટ્રેશન થયા હોવા છતાં મિલકતોની સરેરાશ કિંમત સૌથી ઓછી રૃા. ૧.૦૩ કરોડ રહી હતી અને કુલ મહેસૂલ રૃા. ૨૮૮ કરોડ રહ્યું હતું, જે દર્શાવે છે કે એ વર્ષે ઓછી કિંમતની મિલકતોનું વધુ વેચાણ થયું હતું. આ વિશ્લેષણ દર્શાવે છે કે કેવી રીતે ખરીદદારની પ્રાથમિકતા અને તહેવારોનો સમય રિયલ એસ્ટેટ મારકેટના મોસમી ટ્રેન્ડ પર પ્રભાવ પાડે છે.



Google NewsGoogle News