આરટીઈ વિના ચાલતી 218 ખાનગી શાળાઓ પર તવાઈ આવશે

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
આરટીઈ વિના ચાલતી 218 ખાનગી શાળાઓ પર તવાઈ આવશે 1 - image


ફેબ્રુઆરીમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાય તેવી શક્યતા

દર 3 વર્ષે માન્યતા ફરજિયાતઃ આ શાળાઓમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ શિક્ષણ વિભાગ ઉદાસીન

મુંબઈ :  મુંબઈમાં ૨૧૮ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓ જે પાંચ વર્ષથી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) ની મંજૂરી વિના ચલાવવામાં આવી રહી છે. તેને બીએમસી તરફથી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. વખતોવખતના નિર્દેશ બાદ આ શાળાઓ શિક્ષણ અધિકારની મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણેે આ શાળાઓની માન્યતા રદ્દ થવાની સંભાવના છે.

બીએમસીનાઅધિકારક્ષેત્ર હેઠળ કુલ ૨૧૮ ખાનગી શાળાઓ શિક્ષણ અધિકાર (આરટીઈ) ની મંજૂરી વિના ચાલી રહી છે અને આ અરાજકા ઘણા વર્ષોથી ચાલી રહી છે.  પ્રાથમિક શિક્ષણ નિયામક શરદ ગોસાવીએ મુંબઈના નાયબ નિયામકને વારંવાર આ બાબતની તપાસ કરીને સંબંધિત શાળાઓ સામે પગલા લેવા સૂચનો આપી છે. તેમ છતાં શાળાઓ તરફ કોઈ પ્રતિસાદ ન મળતા. અંતે ગોસાવીએ આ ૨૧૮ શાળાઓનું નિરીક્ષણ કરવું જોઈએ અને બાળ અધિકાર પંચ અને નિયામકની કચેરીને તાત્કાલિક અહેવાલ સુપરત કરવો જોઈએ. તેમ જ મુંબઈના ડેપ્યુટી ડાયરેક્ટ સંદીપ સાંગેવેને શાળાઓની માન્યતા રદ્દ કરવાની દરખાસ્ત મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૩માં મહારાષ્ટ્ર સ્ટેટ સ્ટુડન્ટ પેરેન્ટ ટીચર ફેડરેશનના નીતિન દળવીએ શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી કે બીએમંસી હેઠળ ચાલતી ૨૧૮ શાળાઓ શિક્ષણ અધિકારની મંજૂરી વિના ચાલી રહી છે. ત્યારબાદ ગોસાવીએ મુંબઈના ડેપ્યુટી ડાયરેક્ટરને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં શાળાઓ તરફથી અપેક્ષિત પ્રતિસાદ ન મળવતા સંગવેને કારણ બતાવો નોટીસ જારી કરી હતી. જો કે તેનો પણ હજુ સુધી જવાબ મળ્યો નથી. પરિણામે, સાંગવેને શિક્ષણ અધિકારની મંજૂરી વિના ચાલતી શાળાઓનું નિરીક્ષણ કરવા અને બાળ અધિકાર પંચ અને નિયામકની કચેરીને અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ અધિકારીની ંમંજૂરી અંગે માર્ચ ૨૦૨૩માં ફરિયાદ કર્યા પછી આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગ માત્ર પત્રવ્યવહાર જ કરી રહ્યું છે. તેમજ આરટીઈ માન્ય ન હોય તેવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ શિક્ષણ વિભાગ ઉદાસીન છે.  તેથી, ફેબુ્રઆરી ૨૦૨૪માં હાઈકોર્ટેમાં  આ મામલે, જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે, એમ દળવીએ કહ્યું હતું.

નોંધનીય છે કે દરેક શાળાએ દર ત્રણ વર્ષે આરટીઈ માન્યતા મેળવવી ફરજિયાત છે. તે શાળાના મકાનની સ્થિતિ, વિદ્યાર્થીઓ માટે શૌચાલયની પૂરતી સુવિધા,  આગ લાવવા જેવી સ્થિતિમાં તેના નિવારણની વ્યવસ્થા અને લાઈસન્સ, વિદ્યાર્થીઓની સંખ્યા વગેરેની ચકાસણી કર્યા પછી શાળાને મંજૂરી આપે છે. તે મુજબ મુંબઈની તમામ શાળાઓએ ૨૦૧૩ થી ૨૦૧૬ દરમિયાન આરટીઈની મંજુરી લીધી હતી. જોકે, તે પછી ઘણી શાળાઓએ આરટીઈ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તે મુજબ મુંબઈની ૨૧૮ ખાનગી શાળાઓએ અત્યાર સુધી આરટીઈની મંજુરી લીધી નથી.



Google NewsGoogle News