Get The App

રાજ્યમાં પ્રથમ આવનારી સ્કૂલને 21 લાખનું ઈનામ

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં પ્રથમ આવનારી સ્કૂલને 21 લાખનું ઈનામ 1 - image


મારી શાળા સુંદર શાળા અભિયાન

15 ફેબુ્આરી સુધીમાં સ્કૂલો શિક્ષણ વિભાગની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે

મુંબઈ :  ડૉ.બાબાસાહેબ આંબેડકર આદર્શ શાળા યોજના હેઠળ 'મારી શાળા સુંદર શાળા' અભિયાન રાજ્યભરમાં શરુ કરાયું છે. જે ૧૫મી ફેબુ્રઆરી, ૨૦૨૪ સુધી ચાલશે. પાલિકાની પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો તેમજ ખાનગી અનુદાનિત-બિનઅનુદાનિત કૉલેજોએ આ ઝુંબેશમાં સહભાગી થવું, એવું આવ્હાન શિક્ષણ વિભાગે કર્યું છે. આ ઝુંબેશમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સ્કૂલને ૨૧ લાખ રુપિયાનું ઈનામ મળશે.

આ ઝુંબેશમાં સહભાગી થનારી સ્કૂલોનો માર્ક્સ આપવામાં આવશે. તે માટે બે તબક્કા રહેશે. તેમાં વિદ્યાર્થી કેન્દ્રીત ઉપક્રમોનું આયોજન અને વિદ્યાર્થીઓના સહભાગ માટે કુલ ૬૦ માર્ક અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આયોજીત ઉપક્રમ અને તેમાંના વિવિધ ઘટકોના સહભાગ માટે ૪૦ માર્ક હશે. આમ બંને તબક્કાના મળી ૧૦૦ માર્ક અપાશે.

સર્વોત્તમ કામગીરી કરનારી સ્કૂલોમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સ્કૂલને ૨૧ લાખ, બીજા ક્રમાંકે આવનાર સ્કૂલને ૧૧ લાખ રુપિયા તો ત્રીજા નંબરે આવનારી કૉલેજને સાત લાખ રુપિયા મળી કુલ ૩૯ લાખ રુપિયાના ઈનામ અપાશે. આ સ્કૂલોની પસંદગી અસેસમેન્ટ કમિટી દ્વારા કરાશે. મહારાષ્ટ્ર સરકારની શિક્ષણ વિભાગની અધિકૃત વેબસાઈટ પર ૧૫ ફેબુ્રઆરી, ૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.



Google NewsGoogle News