Get The App

20 વર્ષીય મેક અપ આર્ટિસ્ટ એરપોર્ટ પર 10 કરોડના ગાંજા સાથે ઝડપાઈ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
20  વર્ષીય મેક અપ આર્ટિસ્ટ એરપોર્ટ પર 10 કરોડના ગાંજા સાથે ઝડપાઈ 1 - image


બેગમાં 18 પેકેટમાં ગાંજો છૂપાવ્યો હતો

મૂળ બંગાળની વતની યુવતીની ઝડપી પૈસા કમાવાની લાલચમાં સંડોવાઈ હોવાની કબૂલાત

મુંબઈ -  મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ આજે સાંજે બેંગકોકથી રુ. ૯.૭૨ કરોડની કિંમતના ગાંજાની દાણચોરી કરવા બદલ ૨૦ વર્ષીય મેક અપ આર્ટિસ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં  આરોપી મહિલા પશ્વિમ બંગાળની દીનાજપુરની રહેવાસી રિયા બિસ્વાસની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા મુજબ, બાતમી મળી હતી કે, એક મહિલા મુસાફર બેંગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશન એરપોર્ટ પર કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ લઈ જઈ રહી છે.

બાતમીના આધારે કામગીરી કરતા  બુધવારે  એઆઈયુના અધિકારીઓએ શંકાના આધારે રિયા બિસ્વાસને એરપોર્ટ પર અટકાવી હતી. આ બાદ તેના સામાનની તપાસ કરતા રિયાના બ્રાન્ડેડ બેગમાંથી કુલ ૧૮ પાઉચ મળી આવ્યા હતા. આ બાદ પાઉચને કાપીને ખોલવામાં આવતા તેમાં વેક્યુમ સીલબંધ લીલા રંગના પાંદડાવાળા પદાર્થ ધરાવતા પારદર્શક પેકેટો મળી આવ્યા હતા.

આ પેકેટોની તપાસ કરતા તેમાં ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. જેનું વજન કરવામાં આવતા તેમાંથી ૯૭૨૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની બજારમાં અંદાજિત કિંમત રુ. ૯.૭૨ કરોડ હોવાનું જાણવા મળ્યુ ંહતું.

આ બાદ રિયાની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતું કે, ઝડપી પૈસા કમાવા  માટે  તેણે  આ કામ કર્યું હતું. કસ્ટમ વિભાગે રિયા સામે નાર્કોટિક્સ એક્ટના ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના હેઠળ કેસ નોંધ્યો હતા અને તેની ધરપકડ કરી હતી. એઆઈયુએ  આરોપી આ ગાંજો કોને સપ્લાય કરવાની હતી. વધુમાં આ કેસમાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે વગેરે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News