લોનાવાલા પોર્ન શૂટિંગમાં યુવતીઓને રોજ 20 હજાર ચૂકવાતા હતા
કોલકત્તાનો માસ્ટર માઈન્ડ, દેશભરના કલાકારો, ટેકનિશિયનો સામેલ
સ્વેચ્છાએ ભાગ લેતા હોવાના દસ્તાવેજો પર સહી કરાવાતી હતીઃ દેશભરમાં ઉપરાંત નેપાળ સુધી પણ કારોબાર
મુંબઇ : લોનાવલામાં ભાડાના બંગલોમાં પોર્ન ફિલ્મ બનાવવાના રેકેટનો માસ્ટર માઇન્ડ કોલકાતાનો યુવક હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તે અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને વિતરણમાં સંડોવાયેલો હતો. એક પ્રોડક્શન કંપની માટે કથિતરીતે પોર્નોગ્રાફિક ફિલ્મોનું નિર્માણ કરીને વિવિધ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતી હતી. દેશના જુદાં જુદાં સ્થળો ઉપરાંત નેપાળમાં પણ શૂટિંગ તથા ફિલ્મો વેચવાનો કારોબાર ચાલતો હતો.
પોર્ન ફિલ્મ- વીડિયોમાં કામ કરવા યુવતીને દરરોજના રૃા. ૨૦ હજાર આપવામાં આવતા હતા. ગત મહિને આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મહારાષ્ટ્ર, ગુજરાત, કોલકાતા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણાના પાંચ યુવતી સહિત ૧૮ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ ગુનાનો મુખ્ય આરોપી કોલકાતાનો વિષ્ણુ (ઉં.વ.૩૫) છે. તેણે 'સેક્સ ફેન્ટસી' નામની પ્રોડક્શન કંપની માટે કથિત રીતે પોર્નોગ્રાફિક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. દેશભરમાંથી અભિનેતા, કેમેરામેન, લાઇટ ટેક્નિશિયન, મેકઅપ આર્ટિસ્ટનો ગુનામાં સંડોવણી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિષ્ણુ અને તેના સહયોગીઓએ આ ફિલ્મો ગેરકાયદેસર પોર્નોગ્રાફી વેબસાઇટના સંચાલકોને વેચીને કમાણી કરી હતી.તેમણે કથિત રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મોબાઇળ એપ્સ પર ફિલ્મ અપલોડ કરી દર્શકો પાસે સબ્ક્રિપ્શન ચાર્જીસ દ્વારા આવક ઉભી કરી હતી. આરોપી વિષ્ણુએ અશ્લીલ ફિલ્મોનું નિર્માણ સાવચેતીપૂર્વક કર્યું હતું. શૂટીંગ માટે યુવતીને રોજના રૃા. ૨૦ હજાર અને પુરુષોને રૃા. ૧૦ હજાર ચૂકવવામાં આવતા હતા. એમાંથી અમૂક વ્યક્તિઓ ઇન્ડસ્ટ્રીમાં અગાઉનો અનુભવ હતો.
આ ટોળકી લોનાવલાના બંગલોમાં ત્રણ દિવસ પોર્ન ફિલ્મ બનાવવાના હતા. પછી તેને ભારતીય અને વિદેશી પોર્નોગ્રાફી વેબસાઇટ્સ પર વેચવાનો ઇરાદો હતો. આરોપીએ પોલીસને બચવા માટે જરૃરી સાવચેતી રાખી હતી. જેમાં મુખ્યત્વે રોકડમાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. બંગલોમાં દરોડા વખતે કોઇ વાહન મળ્યું નહોતું. કેમ કે આરોપીઓ ભાડાની કેબ દ્વારા બંગલોમાં આવ્યા હતા. આ બંગલો કોઇ પણ પ્રકારના એગ્રીમેન્ટ કે આઇડેન્ટી કાર્ડ, અન્ય દસ્તાવેજો લીધા વિના ભાડા પર આપવામાં આવ્યો હતો. આરોપીઓએ લોકેશન ટ્રેકિંગને રોકવા માટે મોબાઇલ ફોન સ્વીચ ઓફ રાખ્યા હતા.
પોર્નોગ્રાફિક ફિલ્મોના કલાકારો સ્વેચ્છાએ શૂટીંગમાં ભાગ લઇ રહ્યા હોવાનું દર્શાવવા દસ્તાવેજ પર સહી અને વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.લોનાવલાના માવળ તાલુકાના પાટણ ગામમાં બંગલોમાં દરોડા વખતે પોર્ન ફિલ્મ શૂટ કરવા માટે ઉપયોગમાં લેવાતા બે કેમેરા, અન્ય સામગ્રી સહિત રૃા. ૬.૭૨ લાખની માલમત્તા જપ્ત કરાઇ હતી. આ બંગલો રૃા. ૩૦ હજારમાં ભાડા પર આપવામાં આવ્યો હતો.