Get The App

વસઈ પોલીસના 2 જવાનોએ યુવતીની છેડતી કરતાં લોકોનો મેથીપાકઃ સસ્પેન્ડ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
વસઈ પોલીસના 2 જવાનોએ યુવતીની છેડતી કરતાં લોકોનો મેથીપાકઃ સસ્પેન્ડ 1 - image


મિહિલા સુરક્ષાની વાતો વચ્ચે ખુદ પોલીસ જ ભક્ષક બની

મિત્રો સાથે ગોવા ફરવા ગયા હતા ત્યારે પોલીસ જવાનોએ યુવતીને ચાલ તને વસઈ ફરવા લઈ જશું કહી કારમાં બેસાડવા પ્રયાસ કર્યો

સ્થાનિક લોકોએ માર મારીને પોલીસને સોંપી દીધા બાદ બંને જવાનો સહિત 5ની ધરપકડઃ વસઈ પોલીસ વડા દ્વારા સસ્પેન્શનની કાર્યવાહી

મુંબઈ :  વિનયભંગ, બળાત્કારના અનેક બનાવો બની રહયા છે ત્યારે પોલીસ મહિલાઓની સુરક્ષા કરશે એવી આશા મહિલાઓ કરતી હોય છે. પરંતુ, વસઈના બે પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલાં કૃત્ય બાદ મહિલાઓની સુરક્ષા આખરે કરશે કોણ એવો પ્રશ્ન ઊભો થઈ રહયો છે. આ બનાવમાં ગોવા જઈ રહેલાં પોલીસકર્મીઓએ રસ્તામાં એકલી જઈ રહેલી એક યુવતીને રોકી, તેની છેડતી કરી અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ૨૪ સપ્ટેમ્બરના સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકાના જામસંડે ખાતે બની હતી. પરંતુ, રોષે ભરાયેલા ગ્રામજનોએ બન્ને પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોને માર મારીને પોલીસને હવાલે કર્યા હતા. દેવગઢ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. આ સ્થિતિની જાણ થતાં અહીંના પોલીસ કમિશનરે બન્ને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

આ બનાવમાં વસઈ ટ્રાફિક પોલીસ શાખામાં કામ કરતાં ૩૪ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ હરિરામ ગીતે અને ૩૨ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ રાનડે તેમના મિત્રો  શ્યામ શંકર ગીતે, માધવ કેન્દ્રઅને સતવા કેન્દ્રસાથે રજા લઈને એક ખાનગી વાહનથી ગોવા ગયા હતા. ત્યારે ૨૪ સપ્ટેમ્બર સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકાના જામસંડે ગામમાં આનંદવાડી વળાંક પર ૧૮ વર્ષની એક કોલેજિયન યુવતી ઘરે જઈ રહી હતી. તેને એકલી જોઈને પોલીસ જવાનોએ ે તેની છેડતી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ હરિરામ ગીતાએ યુવતીને પૂછયું, શું તું મારી સાથે આવે છે કે? તને વસઈ ફરાવીશ.એ સાથે વાહનમાં બેઠેલા અન્ય પોલીસકર્મીઓએ પણ યુવતીને  અભદ્ર શબ્દો બોલીન ેતેની છેડતી કરી હતી. એટલું જ નહીં જ્યારે યુવતી અવગણના કરીને ચાલવા લાગી ત્યારે પોલીસકર્મીઓએ તેનો હાથ ખેંચીને તેને કારમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ વિશે આસપાસના ગ્રામજનોને જાણ થતાં તેઓ એકઠા થઈ ગયા હતા. તેમણે પોલીસકર્મીઓને ઢોર માર માર્યો અને દેવગઢ પોલીસને હવાલે કર્યા હતા.

આ બનાવ બાદ દેવગઢ પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો અને તેમની ધરપકડ કરી હતી. પોલીસે હરિરામ ગીતે, પ્રવીણ રાનડે, માધવ કેન્દ્ર,  શ્યામ  ગીતે, શંકર ગીતે, સતવા કેન્દ્ર એમ કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓ વસઈ ટ્રાફિક બ્રાન્ચના પોલીસકર્મી છે જયારે એક સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (ભૈંજીખ)માં અને એક સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (જીઇઁખ)માં કામ કરે છે.

બન્ને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા..

આ બનાવનો વિડીયો વાઈરલ થતાં વસઈમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે પોલીસનું કામ રક્ષણ કરવાનું છે તે જ પોલીસ મહિલાની છેડતી કરીને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી હોવાથી રોષની લાગણી ફેલાઈ છે. તેમ જ મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના ડેપ્યુટી પોલીસ કમિશનર સુહાસ બાવચેએ પણ કડક કાર્યવાહી કરતાં શુક્રવારે બે પોલીસ કોન્સ્ટેબલ હરિરામ ગીતે અને પ્રવીણ રાનડેને છેડતી કરવા બદલ સેવામાંથી સસ્પેન્ડ કર્યા છે.


Google NewsGoogle News