બેંગ્કોકથી ફલાઈટમાં આવેલા 2 પ્રવાસી 22 કરોડનાં ડ્રગ સાથે ઝડપાયા
ગાંજા સહિતના ડ્રગ સાથે ધરપકડ
બેંગકોકથી આવેલા બંને પ્રવાસીએ ફૂડ પેકેટમાં ડ્રગ છૂપાવ્યું હતું
મુંબઇ : છત્રપતી શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ ૨૨.૩૯૯ કિલો ડ્રગ સાથે બે પ્રવાસીને ઝડપી લીધા હતા. એની કિંમત આશરે રૃા.૨૨.૩૯ કરોડ છે. એરપોર્ટ પર આવતા પ્રવાસીઓની માહિતી મેળવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર બેંગકોકથી આવેલા બે પ્રવાસીને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન એક પ્રવાસી પાસેથી ૮.૩૩૯ કિલો ગાંજો મળ્યો હતો. બીજા પેસેન્જર પાસેથી રૃા.૧૪.૦૬ કરોડની કિંમતનો ૧૪.૦૬૨ કિલો આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
આ ડ્રગનો જથ્થો બેગની અંદર ફૂડ પેકેટમાં છુપાવવામાં આવ્યા હતા. બંને પ્રવાસીની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી આ નશીલો પદાર્થ કોને આપવાના હતા એની તપાસ ચાલી રહી છે.