સીએની પરીક્ષામાં મુંબઈના 2 વિદ્યાર્થી દેશના ટોપ થ્રીમાં

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
સીએની પરીક્ષામાં મુંબઈના 2 વિદ્યાર્થી  દેશના ટોપ થ્રીમાં 1 - image


8650 ઉમેદવારનું સીએ બનવાનું સ્વપ્નપૂર્ણ થયું

મુંબઈ :  ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા લેવાયેલી સીએ ઈંટરમીડિએટ અને ફાઈનલની નવેમ્બર ૨૦૨૩ની પરીક્ષાના પરિણામ મંગળવારે જાહેર થઈ ચૂક્યાં છે. જેમાં મુંબઈના બે વિદ્યાર્થીઓએ દેશમાં ટોપ-૩માં સ્થાન મેળવ્યું છે.

સીએ ફાઈનલની પરીક્ષામાં ૭૭.૩૮ ટકા સાથે જયપૂરના મધૂર જૈન નામક ઉમેદવારે પ્રથમ સ્થાન મેળવ્યું છે તો મુંબઈની સંસ્કૃતિ પરોલિયા ૭૪.૮૮ ટકા સાથે દેશમાં સીએ ફાઈનમાં બીજા ક્રમે આવી છે. જ્યારે ત્રીજા ક્રમાંકે ફરી જયપુરના ઋષિ મલ્હોત્રાએ ૭૩.૭૫ ટકા સાથે સ્થાન મેળવ્યું છે. આ સત્રમાં કુલ ૮,૬૫૦ ઉમેદવાર સીએ તરીકે પાત્ર ઠર્યાં છે.

તેજ રીતે નવેમ્બર, ૨૦૨૩માં થયેલી ઈન્ટરમીડિએટની પરીક્ષામાં રાષ્ટ્ર સ્તરે સજય દેવાંગ જીમુલિયાએ ૮૬.૩૮ ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને મુંબઈ તથા રાજ્યનું નામ ઉજાળ્યું છે. તો બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે.



Google NewsGoogle News