સપ્તશ્રૃંગીથી ડયુટી બજાવી પાછા ફરતા 2 પોલીસનું અકસ્માતમાં મોત
પ્રવાસી જીપ અને કાર વચ્ચે ભીષણ અકસ્માત
આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 2 પોલીસ મૃત્યુ પામ્યા
મુંબઇ : સપ્તશ્રૃંગી કિલ્લામાં ડયુટી બજાવી ઘરે પાછા આવતા નાશિક હાઈવે પર મંગળવાર મધ્યરાત્રીએ પ્રવાસી જીપ અને કારનો ભીષણ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં એક મહિલા પોલીસકર્મી સહિત બે પોલીસ મૃત્યું પામ્યા હતા.
સપ્તશ્રૃંગી કિલ્લા પરથી ચૈત્રોત્સવની ઉજવણીમાં ડયુટી બજાવીને ે ઘરે પાછા જતા સમયે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.વાણી- નાશિક રોડ પર ઓઝરખેડ શિવરામાં હોટલ શ્રીહરી પાસે હાઈવે પર વળાંક લેતા સમયે પ્રવાસી જીપ અને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ઘણુ નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં કારમાં રહેલ જ્ઞાાનેશ્વર એન. રોંડલ (ઉ.વ. ૫૨) ને નાશિક હેડ ક્વાર્ટરમાં પોલીસ ઈન્સપેક્ટર અને કારમાં પાછળ બેઠેલી રેણુકા ભીકાજી કદમ (મહિલા પોલીસ) ને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો જ્ઞાાનેશ્વરને વાનીની ગ્રામિણ હોસ્પિટલમાં લઈ જતાં તબીબી તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતોે.
આ અંગે વાણી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.