Get The App

કાંદાના નુકસાનને વળતર માટેની 4 લાખમાંથી 2 લાખ અરજીઓ બનાવટી

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
કાંદાના નુકસાનને વળતર માટેની 4 લાખમાંથી 2 લાખ અરજીઓ બનાવટી 1 - image


મહારાષ્ટ્રમાં કાંદાના વળતરનું કૌભાંડ

શંકા જતાં કૃષિ વિભાગે તપાસ કરી, કેટલાકે કાંદા ઉગાડયા જ ન હતા, કેટલાકે વાસ્તવિક કરતાં અનેકગણો પાક દર્શાવ્યો હતો

મુંબઇ :  કુદરતી આફત કે કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં પાકને નુકસાન થાય તો ખેડૂતોને વળતર આપી શકાય  માટે રાજ્ય સરકારે કૃષિ વીમા યોજના શરૃ કરી હતી. ૫૦ થી ૮૦ હજાર રૃપિયાનું વળતર મળી શકે માટે લગભગ ૪ લાખ કાંદા ઉત્પાદકોએ અરજી કરી હતી. આમાંથી અડધોઅડધ એટલે પોણાબે લાખથી વધુ અરજીઓ તપાસણી દરમ્યાન બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

સરકારી તપાસમાં જાણવા મળ્યું હતું કે ૯૬ હજાર હેકટરમાં કાંદાના પાકના વીમાની અરજીઓ અપાત્ર ઠરતા  સરકારના લગભગ ૭૦ કરડો રૃપિયા બચી ગયા હતા.

કાંદાના ઉત્પાદકો માટેની વીમાં યોજનામાં કંઇક ગડબડ છે એવી શંકા જવાથી નાસિક, ધૂળે, અહલ્યાનગર, પુણે, સોલાપુર, સંભાજીનગર, સાતારા, બીડ જિલ્લામાં જુદી જુદી ૧૦ ટુકડીઓએ તપાસ કરી હતી, અને કૃષિ અધિકારીએ જાતે  અરજીઓ તપાસી હતી. આમાં ખબર પડી હતી કે ૧,૭૪,૯૭૨ અરજી બનાવટી હોવાથી અપાત્ર ઠરી હતી. ૮૩,૯૧૧ ખેડૂતોએ કાંદા ઉગાડયા જ નહોતા છતાં વીમાની અરજી કરી હતી. ૬૦,૨૫૮ અરજી એવી હતી જેમાં પાક ઉગાડયો હતો તેના કરતા વધુ મોટા ભાગનો વીમો  ઉતારવામાં આવ્યો હતો. આમ અડધોઅડધ અરજી અપાત્ર ઠરતા સરકારના કરોડો રૃપિયા બચી ગયા હતા.



Google NewsGoogle News