શ્રીરંગદાસ સ્વામીજીની તીથિ એ ભક્તો માટે 2 લાખ ભાખરી તૈયાર કરાઈ
70 જમ્બો કડાઈમાં આમટી બની
મુંબઈ, થાણે, પુણે, નાસિક સહિત ગામેગામથી ભક્તો ઉમટયા
મુંબઈ - અહલ્યાનગર (અહમદનગર) જિલ્લાના જુન્નર તાલુકાના આણે ગામે નવા વર્ષના આરંભ વખતે શ્રીરંગદાસ સ્વામીની પૂણ્યતિથીની ઉજવણી વખતે ભક્તોને બે લાખ ભાખરી અને ૩૫ હજાર લીટર આમટી (ખાટી પાતળી દાળ)નો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.
આણે ગામમાં શ્રીરંગદાસ સ્વામીની પૂણ્યતિથિ પ્રસંગે મહાપ્રસાદની આ પરંપરા ૧૩૮ વર્ષથી ચાલી આવે છે. સેંકડો મહિલાઓએ મળીને બે લાખથી વધુ ભાખરીઓ શેકી હતી. જ્યારે ૭૦ જમ્બો કડાઈમાં ૩૫ હજાર લીટર આમટી તૈયાર કરવામાં આવી હતી. મુંબઈ, થાણે, પુણે અને નાસિક સહિત રાજ્યના જુદા જુદા ગામોથી આવેલા સ્વામીજીના ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આમટી માટે દાતાઓએ દસ લાખ રૃપિયાનો મસાલો પૂરો પાડયો હતો.
મહાપ્રસાદના દાતા તરીકેનો લાભ મળે એ માટે ડોનરોની રીતસર લાઇન લાગે છે. શ્રીરંગદાસ સ્વામી દેવસ્થાનના અધ્યક્ષ મધુકર દાતા અને મહિલા પ્રિયંકા દાતેએ જણાવ્યું હતું કે મહાપ્રસાદના દાતા તરીકેનું ૨૦૩૪ની સાલ સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.