પુણેમાં મેટ્રોના ખોદકામમાં 2 હેન્ડગ્રેનેડ મળતાં દોડધામ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
પુણેમાં મેટ્રોના ખોદકામમાં 2 હેન્ડગ્રેનેડ મળતાં દોડધામ 1 - image


બોમ્બ સ્કવોડે ગ્રેનેડને નિષ્ક્રિય બનાવ્યા

પુણેમાં હેન્ડ ગ્રેનેડ મળવાની બીજી ઘટના, સમગ્ રસ્તો બ્લોક કરાતાં ટ્રાફિક જામ

મુંબઈ :  પુણે શહેરના બાણેર વિસ્તારમાં મેટ્રોના ખોદકામ દરમિયાન બે હેન્ડગ્રેનેડ મળી આવ્યા હતા. આ ઘટના બાદ બોમ્બ સ્કવોડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હેન્ડ ગ્રેનેડને કન્ટ્રોલ બ્લાસ્ટથી ઘટનાસ્થળેથી નિષ્ફળ બનાવ્યો હતો. હવે આ ગ્રેનેડ અહીં આવ્યા કઈ રીતે તેની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પુેના બાણેર વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અહીં કામ કરતા મજૂરોને બે ગ્રેનેડ મળી આવતા તેમણે આ વાતની જાણ તેમના ઉપરીઓને કરતા પ્રથમ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પ્રથમ સ્થાનિક પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને થોડા સમય માટે સ્થાનિકોની અને વાહનોની અવરજવર રોકી દીધી હતી.

આ દરમિયાન બોમ્બ સ્કવોડના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને  ગ્રેનેડને કન્ટ્રોલ્ડ બ્લાસ્ટથી ઘટનાસ્થળે જ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બાણેરથી યુનિવર્સિટી તરફ જતા ટ્રાફિકને અટકાવી દેવામાં આવતા લોકોની હેરાનગતિ થઈ હતી. જોકે ગ્રેનેડ નિષ્ફળ બનાવ્યા બાદ ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો.

 રમિયાન સ્થાનિક પોલીસે આ ઘટનાની નોંધ કરી વધુ તપાસ આ રી હતી. પુણેમાં ગ્રેનેડ કે બોમ્બ મળવાની ઘટના નવી નથી. આ પહેલાં પુણેના ધાયરી વિસ્તારમાં બોમ્બ મળી આવ્યો જેને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ફેબુ્રઆરી, ૨૦૨૩માં ઈં ાપુરમાં બોમ્બ જેવી વસ્તુ મળી આવી હતી.



Google NewsGoogle News