Get The App

મુંબઇ એરપોર્ટ પર રૃા.19 કરોડના સોના સાથે 2 વિદેશી મહિલાની ધરપકડ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
મુંબઇ એરપોર્ટ પર રૃા.19 કરોડના સોના સાથે 2 વિદેશી મહિલાની ધરપકડ 1 - image


2 મહિલાઆ દ્વારા 33 કિલો સોનાની દાણચોરીનો પ્રયાસ

કસ્ટમ અધિકારીઓએ શંકાના આધારે મહિલા પ્રવાસીઓને અટકાવીઃ અંડર ગારમેન્ટ અને બૅગમાં સોનું સંતાડેલું હતું

મુંબઇ :  મુંબઇ એરપોર્ટ પર દાણચોરી સામેની નોંધપાત્ર કાર્યવાહીમાં મુંબઇ કસ્ટમ્સ ઝોનના એરપોર્ટ કમિશનરેટે સોમવારે રૃા.૧૯.૧૫ કરોડની  કિંમતનું ૩૨.૭૯ કિલો સોનું જપ્ત કર્યું હતું. સોનાની સ્મગલિંગ કરનારી બે વિદેશી મહિલા પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે.

એરપોર્ટ પર કસ્મ્સ અધિકારીઓએ શંકાના આધારે બંને મહિલા પ્રવાસીને અટકાવીને પૂછપરછ કરી  હતી. તેની બૅગની તપાસ કરવામાં આળી હતી. કસ્ટમ્સની ટીમને તપાસ દરમિયાન બૅગ અને અંડરગારમેન્ટમાંથી સોનું મળી આવ્યું હતું તેઓ આ સોનું કોને આપવાના હતા એની તપાસ આપી રહી છે.

તાજેતરમાં કસ્ટમ્સ દ્વારા દેશના જુદા જુદા એરપોર્ટ પર સોનાનો મોટો જથ્થો કબજે કર્યો છે. અગાઉ ૭ જુને  ચેન્નાઇ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ રૃા.૩.૯૧ કરોડનું છ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું હતું. દુબઇથી સોનાની દાણચોરી કરનારા પાંચ પ્રવાસીની  ધરપકડ કરાઇ હતી.

ડિરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ તરફથી ચોક્કસ ઇનપુટ મળ્યા બાદ કસ્ટમ્સે કાર્યવાહી કરી હતી.

૪ જૂને બૅગ્લુરુ એરપોર્ટ પર ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા બે અલગ કેસમાં નવ કિલોથી વધુ સોનું કબજે કરાયું હતું. પ્રથમ કેસમાં ૪.૭૭ કરોડની કિંમતનું ૬.૮૩૪ કિલો સોનું ત્યજી દેવાયેલી બૅગમાંથી મળી આવ્યું હતું. બાદમાં ગુનામાં સંડોવાયેલી પ્રવાસીની ધરપકડ કરાઇ હતી.

બીજા કેસમાં અમીરાતની ફલાઇટમાંથી ડીઆરઆઇના અધિકારીઓ દ્વારા ૨.૧૮ કિલો સોનું રિકવર કરવામાં આવ્યું હતું.



Google NewsGoogle News