થાણે વોટર પ્રોજેક્ટના 2 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
બિલ ક્લિયર કરવા 27 હજારની માગણી
ઓફિસમાં જ ગોઠવાયેલાં છટકાંમાં એન્જિનિયર વતી લાંચ લેતો પટાવાળો ઝડપાયો
મુંબઈ : એન્ટી કરપ્શન બ્યુરોએ થાણે જિલ્લા પરિષદના વોટર પ્રોજેક્ટના બે કર્મચારીઓને કોન્ટ્રાક્ટર પાસેથી રૃ.૨૦ હજારની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે, એસીબીએ મંગળવારે જણાવ્યું હતું.
ગ્રામીણ પાણી પુરવઠા યોજના માટે નિમાયેલા કોન્ટ્રાક્ટરની ફરિયાદ મુજબ, આરોપી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને પ્યુને તેમના કામના બિલ ક્લિયર કરવા માટે રૃ.૨૭ હજારની માંગણી કરી હતી.
આરોપીઓ બાદમાં લાંચની રકમ ઘટાડીને રૃ.૨૦ હજાર લેવા સંમત થયા હતા.
કોન્ટ્રાક્ટર લાંચ આપવા તૈયાર નહોતા.આથી આ બાબતની જાણ એસીબીને કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે, એન્ટી-ગ્રાફ્ટ એજન્સીએ સોમવારે વોટર સ્કીમ ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું.જ્યાં પ્યુનને એન્જિનિયર વતી લાંચની રકમ સ્વીકારતી વખ તે પકડવામાં આવ્યો હતો.
બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રોટેક્શન ઓફ કરપ્શન એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, એસીબીએ ઉમેર્યું હતું.