મુંબઈના વકીલો દ્વારા આજથી 2 દિવસ ઉપવાસ આંદોલન

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
મુંબઈના વકીલો દ્વારા આજથી 2 દિવસ ઉપવાસ આંદોલન 1 - image


સેશન્સ કોર્ટ ફોર્ટંથી મઝગાવં ખેસડવાનો વિરોધ 

પરિવહન સહિતની સુવિધાઓના અભાવે દાવેદારોને પણ ભારે અગવડ પડશે

મુંબઈ :   મુંબઈ સિટી સિવિલ સેશન્સ કોર્ટની કોર્ટ ફોર્ટ શાખામાંથી મઝગાંવ ખસેડવાની ગતિવિધ સામે બોમ્બે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ બાર એસોસિયેશને બુધવારે બે દિવસની ભુખ હડતાલનું એલાન કર્યું છે.

બાર એસોસિયેશને એકમતે ઠરાવ પસાર કરીને સાકળી ઉપવાસ શરૃ કરવાનું નક્કી કર્યું છે આવતીકાલે ૨૧ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી આ સાંકલી ઉપવાસ ચાલશે.

બાર એસોસિયેશનના સચિવ એડવોકેટ સય્યદ આસિફ અબ્બાસ નકવીએ જણાવ્યા અનુસાર ટ્રાન્સફરની સત્તાવાર જાહેરાત નથી થઈ પણ બોમ્બેહાઈ કોર્ટ અને બાર કાઉન્સિલના જજોમાં અનૌપચારિક વાતચીત ચાલે છે  કે આઠ કોર્ટ ફોર્ટમાંથી મઝગાંવ  બ્રાન્ચ ટ્રાન્સફર થશે.

કોર્ટની બે શાખા શહેરના જુદા જુદા ખુણે રાખવાથી દાવેદારો અને વકિલોને હાડમારી પડશે. ફોર્ટની શાખા અન્ય કોર્ટની નજીક છે અને પરિવહન પણ અનુકૂળ છે.મઝગાંવ બ્રાન્ચ સુધી પરિવહન સુવિધા અપૂરતી છે અને પાર્કિંગ લોટ પણ નથી.

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજને લખેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. અન્ય એક પત્રમાં અટકળોની સ્પષ્ટતા માગવામાં આવી હતી.  પત્રનો કોઈ જવાબ હજી આવ્યો નથી, એમ બાર એસોસિેશનના પ્રમુક રવિ પ્રકાશ જાધવે જણાવ્યું હતું.



Google NewsGoogle News