Get The App

2 ટ્રકોમાં 400થી વધુ બકરાઓના પરિવહન બદલ ગુજરાતના 2ની ધરપકડ

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
2 ટ્રકોમાં 400થી વધુ બકરાઓના પરિવહન બદલ ગુજરાતના 2ની ધરપકડ 1 - image


થાણેમાં  અમાનવીય સ્થિતિમાં પ્રાણીઓનું ગેરકાયદે  પરિવહન

સામાજિક કાર્યકરોએ ૪૧૬ બકરીઓને સુરક્ષિત  રીતે બચાવી લીધા હતા અને આશ્રયસ્થાનોમાં મોકલી દીધા

મુંબઈ  -  થાણે માં બે ટ્રકમાં અમાનવીય સ્થિતિમાં ગેરકાયદે રીતે  ૪૦૦થી વધુ બકરાઓના પરિવહન કરવામાં આવતા બે બકરાઓનું મોત નીપજ્યું હતું. એક સામાજિક સંંસ્થાના કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ પોલીસે  ગુજરાતના બે ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી હતી.  થાણે

આ કેસમાં ૪૭ વર્ષીય  હમતિયાઝ મુલ્તાની અને  ૩૧ વર્ષીય મુલ્તાની ગફૂરની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ગુજરાતના અરવલી જિલ્લાના ચાંદટેકડી ગામના રહેવાસી હતા અને બંને ટ્રક  ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. 

આ બંને ટ્રક ડ્રાવઈરો ૪૧૬ બકરાઓ બે ટ્રકોમાં અમાનવીય સ્થિતિમાં  ગેરકાયદે રીતે ગુજરાતથી દેવનાર કતલખાનામાં લઈ જઈ રહ્યા હતા. શુક્રવારે સવારે આ બંને ટ્રકો ઘોડબંદરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે  એક સામાજિક સંસ્થાઓના કાર્યકરોએ શંકાના આધારે  આ બંને ટ્રકોને અટકાવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ કાસરવાડાવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાદ બંને ડ્રાઈવરોને પ્રાણીના પરિવહન બદલ લાઈસન્સ અંગે પૂછવામાં આવતા તેઓએ લાઈસન્સ બતાવ્યા હતા. જેમાં એક ટ્રકમાં ૧૫૦  પ્રાણીઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

દરમિયાન પોલીસને શંકા જતા તેઓએ બંને ટ્રકોની તપાસ કરી હતી. જેમાં એક ટ્રકમાંથી ૨૩૪ બકરાઓ મળી આવ્યા હતા. આ તમામ બકરાઓ  અમાનવીય સ્થિતિમાં ટ્રકમાં રાખવામાં આવ્યા હતા. જેમાં ખોરાક, પાણી અને વેન્ટિલેશન જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ નજરે ચઢ્યો હતો. આ ટ્રકની તપાસ કરતા બે મૃત અવસ્થામાં બકરા મળી આવ્યા હતા. આ બાદ બીજા ટ્રકની તપાસ કરતા તેમાંથી ૧૭૮ બકરાઓ મળી આવ્યા હતા. આમ બંને ટ્રકોમાં મંજૂરી કરતા વધુ પ્રાણીઓ પરિવહન કરવાનું જાણવા મળ્યું હતું.

આ બાદ પોલીસ ગુજરાતના બંને ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી હતી.

આ કેસમાં ૪૧૬ બકરાઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને તમામ બકરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને આ બંને મોટા ગેરકાયદે પશુધન પરિવહનના નેટવર્કમાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી.


Tags :