થાણેના ડ્રગ રેકેટનો રેલો વારાણસીમાં વારાણસીમાં 2.64 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફેકેટરીની મશીનરી , વાહનો સહિત 28 કરોડની માલમત્તા જપ્ત
કાસરવાડલીમાં 14 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા 4ની તપાસમાં યુપીમાં ધમધમતી ડ્રગ ફેક્ટરી સુધી પગેરું મળ્યું : વધુ 2ની ધરપકડ
મુંબઈ : થાણે પોલીસે ઉત્તર પ્રદેશમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને બે વ્યક્તિઓની ધરપકડ કરી રૃ.૨.૬૪ કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો.
થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે વારાણસી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) સાથે મળીને ૧૬ માર્ચે વારાણસીના ભગવતીપુરમાં પિન્દ્રા ગામમાં ફેક્ટરી પર દરોડો પાડયો હતો, એમ ડેપ્યુટી કમિશનર આ€ફ પોલીસ (ક્રાઈમ) શિવરાજ પાટીલે જણાવ્યું હતું.
પોલીસે ફેક્ટરીના પરિસરમાંથી સામગ્રી, એસેસરીઝ, મશીનરી અને વાહનો ઉપરાંત રૃ.૨.૬૪ કરોડની કિંમતનો ૨.૬ કિલો મેફેડ્રોન કબ્જે કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન કુલ કિંમત રૃ.૨૭.૮ કરોડની માલમાતા મળી હતી.
થાણે પોલીસ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા રેકેટની તપાસ કરી રહી હતી.તેમણે જાન્યુઆરી અને ફબુ્રઆરીમાં કાસરવડવલી વિસ્તારમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૪ લાખ રૃપિયાની કિંમતનો ૪.૮૧ ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું.તેઓ વસઈ અને આસપાસના વિસ્તારોના રહેવાસી હતા,એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને ઓમ ગુપ્તા ઉર્ફે મોનુ વિશે માહિતી આપી હતી.ગુપ્તા તેના સહયોગીઓ સાથે ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતો હતો.
વરિƒ ઇન્સ્પેક્ટર દિલીપ પાટીલ અને વારાણસી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની આગેવાની હેઠળની એક ટીમે પિન્દ્રામાં ફેક્ટરી પર દરોડો પાડયો હતો.તેમણે સર્ચ ઓપરેશન બાદ અતુલ અશોકકુમાર સિંહ ઉં. વ.૨૬) અને સંતોષ હદબદી ગુપ્તા (ઉં.વ.૩૮)ની ધરપકડ કરી, અધિકારીએ જણાવ્યું હતું.
આ દરોડા સાથે પોલીસ ડ્રગ બનાવવા અને વેચાણના નેટવર્ક સુધી પહોંચવામાં સફળ રહી હતી.
તાજેતરમાં પુણે,નાશિક,સોલાપુર અને અન્ય શહેરમાં મેફેડ્રોન બનાવતી જુદીજુદી ફેકટરીમાં દરોડા પાડી કરોડો રૃપિયાનો નશીલો પદાર્થ જપ્ત કરાયો છે.મહારાષ્ટ્રમાં ડ્રગની ખરીદી અને વેચાણનું પ્રમાણ વધી જતા પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.