વિલે પાર્લેનાં ફેશન ડિઝાઈનરે સ્ક્રીન શેર કરતાં ખાતામાંથી 2.62 લાખ ઉપડી ગયા
બેન્કમાં સર્વર ડાઉનના કારણે ચેક જમા ન થયો
મુંબઇ : મુંબઇના વિલેપાર્લેમાં રહેતા એક ૪૩ વર્ષના મહિલા ફેશન ડિઝાઇનર એક્તા શાહ ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા અને તેમણે રૃા. ૨.૬૨ લાખ ગુમાવ્યા હ્તા. આ ઘટના બાદ તેમણે વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ૩૧ જુલાઇના રોજ બપોરે ફરિયાદી શાહ બેંકની અંધેરી (ઇ) બ્રાન્ચમાં ગયા હતા. તેમણે આઇટી રિટર્ન માટે રૃા. ૧.૧૬ લાખનો ચેક બેંકમાં જમા કરાવ્યા હતો. આ સમયે બેંક મેનેજરે તેમને જણાવ્યું હતું કે બેંકનું સર્વર ડાઉન છે. સાંજે લગભગ ચાર વાગ્યે તેમના સી.એએ તેમને આઇ.ટી રિટર્નની યાદ દેવડાવી હતી. ત્યારબાદ તેમણે ઓનલાઇન આઇટી રિટર્ન હેલ્પલાઇન નંબર શોધી કાઢયો અને તે નંબર ડાયલ કર્યો હતો.
થોડા સમય બાદ આ નંબર પરથી તેમને એક વોટસએપ વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ બેંકના કર્મચારી તરીકે આપી ચેક જમા કરવા બાબતની ચર્ચા કરી શાહનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. કોલ કરનારે શાહને જણાવ્યું હતું કે ચેક સમયર પ્રોસેસ નહી થાય તો તેમને પેનલ્ટી ભરવી પડી શકે છે. આ સમયે સામેવાળી વ્યક્તિ ફ્રોડસ્ટર હશે તેની કોઇ ગંધ પણ શાહને આવી નહોતી અને તેમણે ફ્રોડસ્ટરોની વાતોમાં આવી તેમની સ્ક્રીન ફ્રોડસ્ટરો સાથે શેર કરી હતી. ફ્રોડસ્ટરોએ તરત જ તેમાથી શાહની મહત્વની બેન્કિંગ ડિટેલ મેળવી લીધી હતી અને તેમને ખાતામાંથી રૃા. ૨.૬૨ લાખ કાઢી લીધા હતા. બેંકમાંથી આટલી રકમ ડિબેટ થઇ જતા તેમને આંચલો લાગ્યો હતો અને તેમણે આ બાબતે વિલેપાર્લે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.