Get The App

પુણેમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે સવા 2 કરોડની છેતરપિંડી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
પુણેમાં  ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે સવા 2 કરોડની છેતરપિંડી 1 - image


યુવકે તેના મિત્રો સાથે મળીને આ રોકાણ કર્યું હતું

યુ ટયુબર્સ સહિત અન્યો સામે ગુનો, પરત આપવાને બદલે રકમનો અન્યત્ર ઉપયોગ

મુંબઈ :  પુણેમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે યુવક સાથે રુ. સવા બે કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બ્લેક ઓરા ક્લાસિક યુટયુબર સહિત પાંચ સામે કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, પુણેના રહેવાસી ૩૦ વર્ષીય યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ૨૦૨૨થી પુણેના ફુરસુંગીના વિસ્તારમાં બની હતી. જેમાં  આરોપીઓએ ફરિયાદીને સંપર્ક કરીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારા વળતરની લાલચ આપી હતી.  

ક્રિપ્ટોમાં રોકાણ કરીને સારા વળતરની લાલચમાં  ં ફરિયાદીએ રુ. ૪૦ લાખનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ ફરિયાદીને  રુ. ૨૮ લાખનો નફો થયો હતો. જો કે, આ રકમ ફરિયાદીને પરત આપવાને બદલે આરોપીએ આ રકમ અન્ય જગ્યાએ રોકાણ કરી દીધી હતી. આ જ દરમિયાન ફરિયાદીના અન્ય મિત્રોએ પણ આરોપી પાસે  રોકાણ કર્યું હતું. જો કે, તેમને પણ કોઈ  કોઈ વળતર કે મૂળ રકમ પરત કરવામાં આવી ન હતી.  

આ મામલામાં આરોપીએ  કુલ રુ. ૨.૨૫ કરોડની છેતરપિંડી કરી હતી. આ બાદ  મૂળ રકમ પરત કરવા વિનંતી કરવા છતાં આરોપી રોકાણના પૈસા પાછા આપવામાં નિષ્ફળ રહ્યો હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદના આધારે પોલીસે આ મામલે ઈસાક, ઈસ્માઈલ અને દસ્તગીર, જહાંગીર, જીશાન અને  બ્લેક ઓરા ક્લસિક્સ યુટયુબર્સ સામે કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News