મુંબઈમાં 18મો દસ્તાવેજી ફિલ્મ ફેસ્ટિવલ, યંગ ટેલેન્ટને પોંખાશે

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં 18મો દસ્તાવેજી ફિલ્મ ફેસ્ટિવલ, યંગ ટેલેન્ટને પોંખાશે 1 - image


૭૫ યુવા પ્રતિભાને 48 કલાકમાં ફિલ્મ બનાવવાની ચેલેન્જ અપાઈ હતી

ઇફીમાં ઉત્તમ શોર્ટ ફિક્શન તરીકે પુરસ્કૃત ફિલ્મ ઓધ ઉપરાંત આલમ, અંકુરણ, અનહર્ડ અને દર્યા સહિતની યુવા પ્રતિભાઓની ફિલ્મો રજૂ થશે

મુંબઈ :  ગયા વર્ષે ભારતના ૫૪મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં જેને પુરસ્કૃત કરવામાં આવી હતી તે શોર્ટ ફિક્શન ઓધ ફિલ્મને હાલ પેડર રોડ પર ચાલી રહેલાં ૧૮ંમાં મુંબઇ દસ્તાવેજી ફિલ્મોત્સવમાં દર્શાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા ૭૫ ક્રિયેટિવ માઇન્ડસ ઓફ ટુમોરો નામની યુવા સિને પ્રતિભાઓને ઓળખી તેમને પ્રોત્સાહન આપવાની યોજના છે જેના ભાગરૃપે ઘણી યુવા પ્રતિભાઓની ફિલ્મોને આ ફિલ્મોત્સવમાંગુરૃવારે સાંજે રજૂ કરવામાં આવશે. 

ગયા વર્ષે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં રજૂ થયેલી ફિલ્મ ઓધને શોર્ટ ફિક્શન કેટેગરીમાં  પુરસ્કૃત કરવામાં આવી હતી. અખિલ દામોદર લોટલીકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાંં દરિયામાં માછીમારી કરનારા લોકોને તેમના વહાણો કાંઠે રાખવામાં પડતી મુશ્કેલીઓની વાત માત્ર નવ મિનિટમાં દર્શાવવામાં આવી છે. 

હાલ પેડર રોડ પર ફિલ્મ્સ ડિવિઝન સંકુલમાં યોજાઇ રહેલાં દસ્તાવેજી, લઘુ અને એનિમેશન  ફિલ્મોના મહોત્સવમાં  જે.ે બી. હોલ ખાતે  ગુરુવારે સાંજે સાડા છથી આઠ દરમ્યાન યુવા પ્રતિભાઓની  આ ફિલ્મોને પ્રદર્શિત કરવામાં આવશે. આ  ફિલ્મોમાં આલમ, અંકુરણ, અનહર્ડ, દર્યા અને ઓધ દર્શાવવામાં આવશે. ફિલ્મ બિરવા અને અંકુરણમાં પ્રકૃત્તિ અને માનવ વચ્ચેના સંબંધોની વાત રજૂ કરાઇ છે. બિરવામાં પ્રકૃતિ અને માનવ વચ્ચે કથળી રહેલાં સંતુલન બાબતે ચિંતા વ્યક્ત કરાઇ છે તો અંકુરણમાં માનવી દ્વારા પ્રકૃત્તિનો પોતાના સ્વાર્થ માટે થતા દુરૃપયોગની વાત રજૂ કરવામાં આવી છે. અંકુરણમાં એક નાની બાલિકા અને તેના ભાવિ વિશેની આશાઓની વાત રજૂ થઇ છે. 

૨૦૨૧માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા ૭૫ ક્રિયેટિવ  માઇન્ડસ ઓફ ટુમોરો-સી મોટ યોજના શરૃ કરાઇ હતી. જેમાં ૭૫ યુવાનોને ફિલ્મ ચેલેન્જમાં ભાગ લઇને ૪૮ કલાકમાં એક લઘુ ફિલ્મ બનાવવાની હોય છે. દર વર્ષે આ યોજનામાં સામેલ થવા માટે દેશમાંથી હજારો યુવાનો અરજી કરે છે તેમાંથી ૭૫ની પસંદગી કરવામાં આવે છે. ત્રણ વર્ષમાં આ યોજના દ્વારા આવી ૨૨૫ યુવા પ્રતિભાઓને ઓળખી કાઢવામાં આવી છે.  



Google NewsGoogle News