Get The App

મુંબઈમાં 188 ઈમારતો જોખમી, પાલિકાએ ચેતવણી જાહેર કરી

Updated: May 9th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં 188 ઈમારતો જોખમી, પાલિકાએ ચેતવણી જાહેર કરી 1 - image


રહીશોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું

સૌથી વધુ   114 જોખમી ઈમારતો પશ્ચિમી ઉપનગરોમાં , તળ મુંબઈમાં 27

મુંબઇ :  આગામી ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખીને અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરાયેલી સમીક્ષામાં મુંબઇ મહાનગર પાલિકાએ શહેરમાં ૧૮૮ રહેણાંક ઇમારતોની યાદી બહાર પાડી છે. જે ખૂબ જ જોખમી અને જર્જરિત પરિસ્થિતિમાં છે.

પાલિકાએ આવા જર્જરિત અને જોખમી ઇમારતોમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં તરીકે સુરક્ષિત અને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની અપીલ કરી છે.

પાલિકાએ બહાર પાડેલી યાદીમાં ૧૮૮ ઇમારતો પૈકી સૌથી વધુ જર્જરિત અને જોખમી ઇમારતોની સંખ્યા ૧૧૪ ઇમારતો પશ્ચિમ ઉપનગરોમાં છે. ત્યારબાદ તળ મુંબઇ ૨૭ અને પૂર્વ ઉપનગરમાં ૪૭ ઇમારતો જર્જરિત છે તે સી-૧ કેટગરીમાં છે.

પાલિકાએ એકટ ૧૮૮૮ની કલમ હેઠળ કલમ ૩૫૪ હેઠળ ઇમારતોને ખૂબ જ ખતરનાક અને જર્જરિત જાહેર કરી છે. કોઇ અનિચ્છનીય ઘટના બને તે પૂર્વે આ ઇમારતોમાં રહેતા રહેવાસીઓએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે. તેમજ સંબંધિત અધિકારીઓને પણ ચોમાસા પહેલા જરૃરી પગલા લેવાનું કહેવામાં આવ્યું છે.

પાલિકાએ જર્જરિત અને જોખમી ઇમારતોની યાદી પાલિકાની વેબસાઇટ  ુુુ.સબયસ.ર્યપ.ૈહ  પર યાદી મૂકી છે. પાલિકાના એકટ ૧૮૮૮ની કલમ ૩૫૩ બી મુજબ ૩૦ વર્ષથી વધુ થયેલી ખાનગી ઇમારતના માલિકો તથા ગૃહ નિર્માણ સોસાયટી ધારકોએ ઇમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવું જરૃરી છે. અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ પાલિકાને સબમિટ કરવું પડશે.

જો પાલિકા, સોસાયટીઓ પાલિકાની માર્ગદર્શિકાની ગણના કરશે તો પાલિકાએ પગલા લેવાની ચેતવણી પણ આપી છે.



Google NewsGoogle News