મુંબઈના 99 પોલીસ સ્ટેશનોમાં 1600 અધિકારીઓની જગ્યા ખાલી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
મુંબઈના  99 પોલીસ સ્ટેશનોમાં 1600 અધિકારીઓની જગ્યા ખાલી 1 - image


બાદ પોલીસખાતામાં કોઇ નવી ભરતી જ કરાઇ નથી   

દર વર્ષે 1500 પોલીસ જવાનો નિવૃત્ત થાય છેઃ 12 હજાર પોલીસ જવાનોની જગ્યા ખાલીઃ દેશની આર્થિક રાજધાનીની સુરક્ષા રામભરોસે

મુંબઇ :  મુંબઈ શહેરમાં ૧૬૦૦ પોલીસ અધિકારીઓ તથા ૧૨ હજાર જવાનોની જગ્યા ખાલી છે. ૨૦૧૯ પછી કો ભરતી જ નથી થઈ. આ સંજોગોમાં દેશની આર્થિક રાજધાની ભગવાન ભરોસે હોય તેવી હાલત સર્જાઈ છે. 

મુંબઇ શહેરમાં કુલ ૯૯ પોલીસ સ્ટેશનો આવેલાં છે.જેમાં મંજૂર થયેલી જગ્યાઓની સંખ્યા ૫૧,૩૦૯ છે પણ તેમાંથી માત્ર ૩૭, ૬૪૮ જગ્યાઓ ભરવામાં આવેલી છે. તેમાં ૪૨૯૯ જગ્યાઓ પોલીસ અધિકારીઓની છે જ્યારે ૩૩,૩૪૯  જગ્યાઓ કોન્સ્ટેબલ્સની છે. આમ, હાલ શહેરમાં ૧૬૦૦ પોલીસ અધિકારીઓ અને ૧૨,૦૩૦ કોન્સ્ટેબલ્સની જગ્યાઓ ખાલી પડેલી છે. 

જોઇન્ટ પોલીસ કમિશનર વહીવટ એસ. જયકુમારે જણાવ્યું હતું ક પોલીસ દળમાં છેલ્લી ભરતી ૨૦૧૯માં થઇ હતી.શહેરમાંથી દર વર્ષે ૧૫૦૦ પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થાય છે. ૨૦૧૯માં છેલ્લી ભરતી થઇ હોય તો એ પછી ચાર વર્ષમાં અંદાજે છ હજાર પોલીસ કર્મચારીઓ પોલીસદળમાંથી નિવૃત્ત થયા છે અને તેની સામે કોઇ નવા કર્મચારીઓ નીમાયા નથી. આમ, છેલ્લા ચાર વષમાં જ છ હજાર પોલીસ કર્મચારીઓની અછત ઉભી થઇ છે. 

પોલીસ ભરતીની પ્રક્રિયા પણ લાંબો સમય ચાલે છે. કોન્સ્ટેબલ બનવા માંગતા ઉમેદવારોની લેખિત પરીક્ષા મે મહિનામાં લેવામાં આવી હતી. કોનસ્ટેબલ્સની એક બેચના ઉમેદવારોની સમગ્ર ભરતી પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગે છે. શારિરીક પરીક્ષા  કરવામાં તથા શૈક્ષણિક તાલીમઆપવામાં પણ સારો એવો સમય લાગે છે. જે પોલીસ અધિકારીઓ પોલીસદળની કરોડરજ્જુ મનાય છે તેમાં સબ ઇન્સ્પેક્ટર્સ, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ, ઇન્સ્પેકટર્સ અને સિનિય ર ઇન્સ્પેક્ટર્સનો સમાવેશ થાય છે. સબ ઇન્સ્પેકટર્સની મંજૂર થયેલી જગ્યાઓ ૩૨૬૨ છે પણ હાલ ૨૦૪૨ સબ ઇન્સ્પેકટર્સ જ ફરજ પર છે. આમ ત્રીજા ભાગની જગ્યાઓ આ એક હોદ્દા પર જ ખાલી જણાય છે. 

પોલીસ કર્મચારીઓની તંગીને કારણે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને રોજ સરેરાશ બાર કલાક ડયુટિ કરવાનો વારો આવે છે. તહેવારોમાં બંદોબસ્ત હોય ત્યારે ઘણાં પોલીસ કર્મચારીઓ દિવસો સુધી ઘરે જઇ શકતાં નથી. સરકારે મહિલા પોલીસ કર્મચારીઓ તથા મોટી ઉંમરના પોલીસ કોન્સ્ટેબલ્સ માટે આઠ કલાકની ડયુટિની જાહેરાત કરી છે. આને કારણે પણ પોલીસની કામગીરી પણ અસર થઇ છે. ઇન્સ્પેકટર કેડરના પોલીસ અધિકારીઓ હવે મુંબઇની બહાર પોસ્ટિંગ લેવા માંડયા છે.   



Google NewsGoogle News