Get The App

લોનાવલામાં કચરા ફેંકાયેલો વાસી ખોરાક ખાતાં 150 ઘેટાં બકરાંના મોત

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
લોનાવલામાં કચરા ફેંકાયેલો વાસી ખોરાક ખાતાં 150 ઘેટાં બકરાંના મોત 1 - image


અબોલ જીવો કોઈની બેદરકારીનો ભોગ બન્યાં

વેટરનરી તબીબોએ સારવાર આપી પરંતુ ટપોટપ ઘેટાં બકરાં મૃત્યુ પામ્યા

મુંબઇ :  લોનાવલામાં કચરામાં પડેલ વાસી ખોરાક ખાવાથી ૧૫૦ થી વધુ ઘેટા-બકરાના મોત થયા હતા. આ ઘટનાને લીધે પશુપાલકને મોટું આર્થિક નુકસાન થયું હતું. 

આ સંદર્ભે વિગતાનુસાર લોનાવલાનો એક પશુપાલક તેના ૧૫૦ થી વધુ ઘેટાં-બકરાંને લઇને એક ખુલ્લા મેદાનમાં ચરાવવા લઇ આવ્યો હતો. આ સમયે આ પશુઓએ અહીં કચરામાં પડેલ અમૂક વાસી ખોરાક આરોગી લીધો હતો.

આ ખોરાક ખાધા બાદ ઘેટા-બકરાઓને તકલીફ શરૃ થઇ હતી અને એક પછી એક ટપોટપ ઘેટા-બકરા મરવા માંડયા હતા. આ ઘટના બાદ તરત જ પશુપાલન અધિકારી અને પશુઓના ડોકટરોની એક ટીમે પશુઓ પર ઉપચાર શરૃ કર્યો હતો. જોકે અમૂક ઘેટા-બકરા ઉપચાર પહેલા જ્યારે અમૂક ઉપચાર દરમિયાન મોતને ભેટયા હતા. આ બાબતે હાથ ધરાયેલ પ્રથામિક તપાસમાં ખોરાકી ઝેરને લીધે આ મોત થયા હોવાનું સ્પષ્ટ થયુ ંહતું.



Google NewsGoogle News