Get The App

થર્ટી ફર્સ્ટની નાઈટ માટે મુંબઈના માર્ગો પર 15 હજાર પોલીસ ખડકાશે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
થર્ટી ફર્સ્ટની નાઈટ માટે મુંબઈના માર્ગો પર 15 હજાર પોલીસ ખડકાશે 1 - image


22 ડીસીપી, 45 એસીપી સહિતના અધિકારીઓાનો કાફલો

દારૃના નશામાં વાહનો ચલાવનારા, હંગામો મચાવનારા સામે કાર્યવાહી થશેઃ ઠેર ઠેર નાકાબંધી શરુ

મુંબઇ : હાલમાં મુંબઇ સહિત દેશના મુખ્ય શહેરને નિશાન બનાવી આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે ૩૧ ડિસેમ્બરના નવા વર્ષના આગમનની ઉજવણી વખતે કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે મુંબઇ પોલીસ એલર્ટ છે. શહેરમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) અને  ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)ની ટીમ સહિત ૧૫ હજારથી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવશે, એમ શુક્રવારે ઓફિસરે જણાવ્યું હતું.

નાગરિકો તાત્કાલિક પોલીસ મદદ માટે ૧૦૦ નંબર પર સંપર્ક કરી શકે છે. ૩૧ ડિસેમ્બરના સાંજથી નવા વર્ષના આગમન માટે મહત્વના સાર્વજનિક સ્થળ, હોટેલ, શૉપિંગ મૉલ અને જુદી જુદી જગ્યાએ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.ગંટ વે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ, દાદર, બાંદરા, બેન્ડ સ્ટેન્ડ, જૂહુ, માર્વે બીચ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.

મુંબઇમાં સુરક્ષા વ્યવસ્થાની ભાગરૃપે બાવીસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ૪૫ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, ૨,૦૫૧ ઓફિસર અને ૧૧,૫૦૦ કોન્સ્ટેબલ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે.

 સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીએફ, ક્યૂઆરટી, રાઇટ કન્ટ્રોલ પોલીસ (આરસીપી) અને હોમગાર્ડને પણ સુરક્ષાની દેખરેખ માટે રાખવામાં આવશે.મુંબઇ પોલીસ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે હાઇ એલર્ટ પર છે. પોલીસ ઠેર ઠેર નાકાબંદી કરશે. આ સિવાય મહત્વપૂર્ણ સ્થળો પર ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં  આવશે. ગર્દીના સ્થળે સાદા કપડામાં પોલીસ પેટ્રોલિંગ કરશે.

ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન અને ડ્રંક એન્ડ ડ્રાઇવ કરનારાને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ  ઝુંબેશ ૧ જાન્યુઆરીએ સવાર સુધી ચાલું રહશે.સાર્વજનિક જગ્યામાં હંગામો મચાવનારા, મહિલાની છેડતી કરનારી વ્યક્તિ દારૃ અને ડ્રગનું વેચાણ  કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.



Google NewsGoogle News