Get The App

સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફનું 15 ટકા કમિશન

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફનું 15 ટકા કમિશન 1 - image


3 કર્મચારીઓ સહિત 6ની ધરપકડ

ગત સપ્તાહે ડીઆરઆઈએ ગોઠવેલાં છટકામાં 10 કરોડનું સોનું જપ્ત 

મુંબઈ :  મુંબઈ એરપોર્ટ પરથી સોનું બહાર કાઢવામાં એરપોર્ટ સ્ટાફ જ સોનાના દાણચોરોને મદદ કરતા હોવાનું ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની તપાસમાં બહાર આવ્યું છે.  જેના માટે એરપોર્ટ કર્મચારીઓ દાણચોરો પાસેથી ૧૫ ટકા કમિશન પણ લેતા હતા. ડીઆરઆઈએ આ કેસમાં ત્રણ કર્મચારીઓ સહિત છ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૧૦ કરોડની કિંમતનું ૧૨.૫૦૦ કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

ડીઆરઆઈએ  ટેકનિકલ ઈનપુટસ અને બાતમીના આધારે  ગત સપ્તાહે એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું. જેમાં  એરપોર્ટ પર કામ કરતા  ૨૦ વર્ષીય રોહન પર શંકા જતા  તેને ટ્રેક કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ શંકાના આધારે રોહન પર નજર રાખી હતી અને  અંધેરી પૂર્વના સહાર ગામ સુધી તેનો પીછો કર્યો હતો. 

જેમાં રોહન ૨૬ વર્ષીય અરશદ, ૨૧ વર્ષીય અરબાઝ અને ૨૬ વર્ષીય અનસને મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાદ શંકાના આધારે પૂછપરછ માટે તમામની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રોહન ત્યાં ૧૯ ગોલ્ડ કેપ્સ્યુલ પહોંચડવા ગયો હતો.

આ કેપ્સ્યુઅલમાં મીણના રુપમાં ગોલ્ડ ડસ્ટ ભરેલું હતું.  બાદમાં તપાસ દરમિયાન ૨૯ વર્ષીય અનિલ  અને ૩૬ વર્ષીય વિવેકની પણ આ મામલામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું. આ બંને આ અહીં સોનું લઈને આવવાના હતા. આ માહિતી બાદ ડીઆરઆઈએ ફરી છટકું ગોઠવ્યું હતું અને બંનેની ધરપકડ કરી હતી.

પોલીસે બંનેની તપાસ કરતા તેમની પાસેથી સોનાની ૧૨ કેપ્સ્યુઅલ મળી આવી હતી. જેમાં ગોલ્ડ ડસ્ટ છુપાયેલ હતું. 

આ કેસમાં કસ્ટમ એક્ટ હેઠળ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને ત્રણ કર્મચારીઓ સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.  આ તમામ પાસેથી ૧૨.૫૦૦ કિલોગ્રામ  સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.જેની અંદાજિત કિંમત ૯.૯૫ કરોડ હોવાનું કહેવાય છે.

આ આરોપીઓ  એરપોર્ટના ત્રણ કર્મચારીઓના મદદથી સોનું એરપોર્ટની બહાર લઈ જતા હતા. આ બાદ કર્મચારીઓને આ કામ માટે ૧૫ ટકા કમિશન મળતું હતું. આ કેસમાં વધુ તપાસ કરતા  તમામ આરોપીઓની બેંક ખાતાની માહિતી અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

આરોપીઓના મોબાઈલને વધુ તપાસ માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા છે. તો બેંકમાંથી તેમના ખાતામાં થયેલા વ્યવહારોની પણ માહિતી લેવામાં આવી રહી છે. વધુમાં આ ત્રણેય કેટલા સમયથી આ કામ કરી રહ્યા છે.આ ગેંગમાં  અન્ય કેટલાક લોકો  સંડોવાયેલા છે વગેરે અંગે ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News