આર્યન ખાન ખંડણી કેસમાં હવે ૧૫ ફેબ્રુ. સુધી સમીર વાનખેડેની ધરપકડ નહીં

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
આર્યન ખાન ખંડણી કેસમાં હવે ૧૫ ફેબ્રુ. સુધી સમીર વાનખેડેની ધરપકડ નહીં 1 - image


સીબીઆઈ વતી સોલિસિટર જનરલ ગેરહાજર રહેતાં મુદત મગાઈ

વાનખેડેએ ધરપકડ સામે રક્ષણ મેળવવા વિરુદ્ધ સીબીઆઈએ અરજી કરી છેઃ અગાઉ કોર્ટ સીબીઆઈની ઝાટકણી કાઢી ચૂકી છે

મુંબઈ :  ક્રુઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ સંબંધી રૃ.  પચ્ચીસ કરોડની ખંડણીના કેસમાં નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને ધરપકડ સામેની રાહત કોર્ટે ૧૫ ફેબુ્રઆરી સુધી લંબાવી છે.

સીબીઆઈએ નોંધેલી એફઆઈઆર રદ કરવાની દાદ માગતી વાનખેડેની અરજી પર ૧૫ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ  સુનાવણી કરવામાં આવશે. ત્યાં સુધી વાનખેડેની બળજબરી ધરપકડ કરવામાં આવે નહીં, એમ ન્યા. અનુજા પ્રભુદેસાઈએ જણાવ્યું હતું.

સીબીઆઈના વકિલ કુલદીપ પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે સોલિસિટર જનરલ તુષાર મહેતા સીબીઆઈ વતી દલીલ કરવા આવવાના હતા, પણ તઓ  ઉપસ્થિત રહી શક્યા નથી. આથી આગામી સુનાવણી પર અતિરિક્ત સોલિસિટર જનરલ એસ. વી. રાજૂ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે, આથી કોર્ટને મુદત આપવાની વિનંતી કરવામાં આવી હતી.

 વાનખેડેને ધરપકડ સામે અપાયેલા રક્ષણને પાછું ખેંચવા સીબીઆઈએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. હવે કોર્ટે અગાઉ આ રક્ષણ ૧૦જાન્યુઆરી સુધી આગામી સુનાવણી સુધી કાયમ રાખ્યું હતું. જે હવે ૧૫ ફેબુ્રઆરી સુધી લંબાવ્યું છે.

આગાઉ વાનખેડેની ધરપકડ કરવા અંગે સીબીઅઈએ મગનું નામ મરી નહીં પાડતાં કોર્ટે એજન્સીને ઝાટકી હતી. સીબીઆઈને સંતાકુકડીનો ખેલ નહીં કરવાનું જણાવીને કોર્ટે  વાનખેડેને વચગાળાનું રક્ષણ આપવું કે પાછું ખેંચવું તેનો નિર્ણય લેવા પૂર્વે સીબીઆઈને કેસ ડાયરી રજૂ કરવા જણાવ્યું હતું.

સીબીઆઈએ વાનખેડે પર ગુનો દાખલ કરતી વખતે ગૃહ ખાતાની મંજૂરી લેવાઈ છે પણ વાનખેડે રેવેન્યુ સર્વિસ અધિકારી હોવાથી તેમને મંજૂરી આપવાનો અખત્યાર મહેસૂલ ખાતાનો છે. તેઓ પોલીસ અધિકારી નહીં પણ મહેસૂલ અધિકારી છે, એવી દલીલ વાનખેડે તરફથી કરવામાં આવી હતી.

કોર્ટને સીબીઆઈના વકિલે જણાવ્યું હતું કે આકરા પગલાં નહીં લેવાના આદેશથી તપાસ એજન્સી પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય છે. તમે નોટિસ આપી હોય તો તમે  ધરપકડ કઈ રીતે કરી શકો? આથી નિવેદન કરો ત્યાં સુધી તમે ધરપકડ કરી શકશો નહીં, એમ બેન્ચે એજન્સીને જણાવ્યું હતું. 


Google NewsGoogle News