Get The App

સીઆઈએસએફના 15 જવાનોએ રમખાણ મચાવ્યું, ડોક્ટર અને તેના ભાઈ પર હુમલો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
સીઆઈએસએફના 15 જવાનોએ રમખાણ મચાવ્યું, ડોક્ટર અને તેના ભાઈ પર હુમલો 1 - image


નવી મુંબઇમાં અકસ્માત બાદ ધમાલ

ડોક્ટરની કારને જવાનોની બસ ટક્કર મારતાં રહી ગઈ, રેશ ડ્રાઈવિંગ માટે અટકાવતાં જવાનોનો હુમલો

મુંબઇ - નવી મુંબઇમાં રોડ રેજની ઘટનામાં ડોક્ટર, તેના ભાઇ અને અન્ય વ્યક્તિ પર કથિત રીતે હુમલો કરવા બદલ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ)ના ૧૦થી ૧૫ જવાન સામે પોલીસે કેસ નોંધ્યો છે, એમ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

સીઆઇએસએફ જવાનો સામે ૨૯ નવેમ્બરે રાતે ૧૦.૧૫ વાગ્યે બનેલી ઘટનાના સંબંધમાં નોટિસ જારી કરવામાં આવી છે. સીઆઇએલએફના જવાને કેટલીક બસોમાં મુંબઇ એરપોર્ટથી નવી મુંબઇના ખાર ઘરમાં તેમના ક્વાર્ટરમાં જઇ રહ્યા હતા.

ખારઘરમાં સેક્ટર-૩૬ તરફ જતી વખતે  ઉત્સવ ચોક અને સેન્ટ્રલ પાર્ક વચ્ચે સ્પીડમાં જતી બસ ડોક્ટરની કારની નજીક આવી ગઇ હતી. બસ અને કારની અથડામણ થતા રહી ગઇ હતી.  ડોક્ટરનો પરિવાર રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. તેમણે બસનો પીછો કર્યો અને ડ્રાઇવરને વાહન રોકવા કહ્યું હતું.

કારના માલિકે ડ્રાઇવરના બેફામ ડ્રાઇવિંગ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના પગલે વિવાદ થયો હતો. તે સમયે પાંચ- છ જવાનો બસમાંથી નીચે ઉતર્યા હતા. અને તેમની પર હુમલો કર્યો હતો. સીઆઇએસએફના જવાનોએ ડોક્ટર, તેમના ભાઇ, મિત્રને માર માર્યો હતો. તેમની કારની વિન્ડશિલ્ડ તોડી નાખી હતી.

બાદમાં ડોક્ટરે સીઆઇએસએકના જવાનો વિરુદ્ધ ખારઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીમાં એવો પણ દાવો કરાયો હતો કે હુમલામાં સામેલ કેટલાક જવાનો દારૃના નશામાં હતા. પરંતુ ઘટના બાદ તેઓ ભાગી ગયા હતા. આ મામલે ૧૦થી ૧૫ જવાનો સામે રમખાણો અને હુમલો કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી તેમને નોટિસ આપવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.



Google NewsGoogle News