Get The App

નાલાસોપારાના શિક્ષક દ્વારા 14 વર્ષની વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
નાલાસોપારાના શિક્ષક દ્વારા 14 વર્ષની વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર 1 - image


અનેક વિદ્યાર્થિનીઓ તથા શિક્ષિકાને પણ વાસનાનો ભોગ બનાવી હોવાના આક્ષેપો

શાળા બંધ કરી દેવાની માંગ સાથે વાલીઓના મોરચાથી તંગદિલીઃ  સંચાલકોએ શિક્ષકને છાવર્યો હોવાના આરોપઃ બળાત્કારી અમિત દુબેની ધરપકડ

મુંબઇ : નાલાસોપારા (પૂર્વ)માં ૧૪ વર્ષીય વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર ગુજારનારા સ્કૂલના ૩૦ વર્ષીય શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવને લીધે ગુસ્સે થયેલા વાલીઓએ સ્કૂલની બહાર મોરચો લઇ જઇ આંદોલન કર્યું હતું. તેમણે સ્કૂલ બંધ કરવાની માંગ કરી હતી. જેને લીધે પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ પીડિત છોકરીના ભાઇએ આરોપ લગાવ્યો છે કે શિક્ષકે સ્કૂલમાં અનેક  વિદ્યાર્થિની ઉપરોક્ત શિક્ષિકાનું જાતિય શોષણ કર્યું છે.

પેલ્હાર પોલીસે આરોપી અમિત દુબે (ઉ.વ.૩૦) સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (૨) (એફ), ૬૫ (૧), પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે દુબેને પકડીને વધુ ખાસ આદરી છે.

નાલાસોપારા (પૂર્વ)ના સંતોષ ભુવનમાં આવેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અમિત શિક્ષક છે તેમજ વલઇપાડા ખાતે ખાનગી ટયુશન કલાસ પણ ચલાવે છે.

આરોપી શિક્ષક અમિત સ્કૂલ અને કલાસમાં  ગત પાંચ મહિનાથી ૧૪ વર્ષીય વિદ્યાર્થિની પર રેપ કરતો હતો. તેણે પીડિતાને ચૂપ રહેવા ધમકી પણ આપી હતી.

આરોપી શિક્ષકના ત્રાસથી કંટાળીને છેવટે તરુણીએ તેની માતાને બનાવની જાણ કરી હતી. બાદમાં તેમણે પેલ્હાર પોલીસ સ્ટેશનમાં અમિત સામે ફરિયાદ નોંધાવી હતી.

પેલ્હાર પોલીસે અમિતની ધરપકડ કરી હતી. આ બનાવની જાણ થતા રોષે ભરાયેલા વાલીઓએ આજે સવારે સ્કૂલની બહાર આંદોલન કર્યું હતું તેમણે સ્કૂલને બંધ કરવાથી માંગણી કરી હતી.

પીડિતાના માતા-પિતાએ આરોપી કર્યોહતો કે આરોપ શિક્ષક દ્વારા હેરાન કરવામાં આવી રહી હોવાની જાણ છોકરીએ સ્કૂલના સંચાલકને કરી હતી પરંતુ તેમણે પીડિતાને ચૂપ રહેવા કહ્યુ ંહતું.

વાલીઓના મોરચાથી સ્કૂલના પરિસરમાં તંગદિલીનો માહોલ હતો આથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિનીના ભાઇએ સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપી લગાવ્યો છે કે અગાઉ સ્કૂલમાં ૨૦ થી ૨૫ છોકરીઓ સાથે લૈંગિક અત્યાચાર થયો છે. સ્કૂલની શિક્ષિકા પર અમિત દુબેની વાસનાનો ભોગ બન્યા હતા આથી તેમણે સ્કૂલ છોડી દીધી હતી. મારી બહેન સ્કૂલમાં બેભાન થઇ ગઇ હતી. પરંતુ સ્કૂલ  મેનેજમેન્ટે ધ્યાન આપ્યું નહોતું અને આરોપીનો બચાવ કર્યો હતો. આથી  સંચાલક સામે પણ ગુનો નોંધી સ્કૂલ બંધ કરવામાં આવે. પોલીસ આ તમામ આરોપોની તપાસ કરી રહી છે.



Google NewsGoogle News