Get The App

ડોંબિવલીમાં 14 વર્ષીય કિશોરી પર પડોશી યુવકનો બળાત્કાર

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ડોંબિવલીમાં 14 વર્ષીય કિશોરી  પર પડોશી યુવકનો બળાત્કાર 1 - image


- કિશોરીને તેના માતાપિતાની હત્યા કરીશ તેવી ધમકી આપી

- કિશોરીને પેટમાં દુખાવો શરુ થયા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈઃ યુવકની ધરપકડ 

મુંબઈ : ડોંબિવલી વિસ્તારમાં એક ૨૨ વર્ષીય યુવકનેેે તેની પડોશમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના ડોંબિવલીના  સાગરલી ગામમાં બની હતી.  ફરિયાદ મુજબ, આરોપીએ કિશોરીને લાલચ આપીને તેના ઘરે લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો કિશોરી આ બાબતે કોઈને કશું કહ્યું  છે તો  તેને અને તેના માતા- પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ, કિશોરીએ શરુઆતમાં તેના માતા- પિતાને આ ઘટના વિશે  કશું જણાવ્યું ન હતું. જો કે બે બાદ, જ્યારે કિશોરીના પેટમાં  દુખાવો  શરુ થયો હતો. જેમાં  તેની માતા તેને ડોક્ટર પાસે  લઈ ગઈ હતી, ત્યારે કિશોરીએ તેની માતાને આ તમામ ઘટના વિશે જાણ કરી હતી.

પુત્રી પર બળાત્કારની જાણ થતા જ તેની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.  ફરિયાદના આધારે પોલીસે આ મામલે આઈપીસી કલમ અને પોક્સો એક્ટની જોગવાઈઓ હેઠળ બળાત્કારનો કેસ નોંધ્યો હતો અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલામાં પોલીસ ે આરોપીને  શનિવારે સ્થાનિક  અદાલતમાં હાજર કર્યો હતો. જેમાં  અદાલતે  આરોપીને પંદર મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.



Google NewsGoogle News