અંધેરીમાં 56 વર્ષના નરાધમ દ્વારા 14 વર્ષની તરુણી પર રેપ
એક છોકરા સાથે વાત કરવા કહ્યું, ફોટા પાડી બ્લેકમેઈલ કરી
તરુણી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો : નરાધમ તથા તેને મદદ કરનારા સાગરિતની પણ ધરપકડ
મુંબઈ - ભાંડુપની સ્કૂલમાં ત્રણ બાળકીની છેડતીની ઘટના બાદ મુંબઇમાં વધુ એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અંધેરીમાં ૧૪ વર્ષીય સગીરાનો એક છોકરા સાથે વાત કરતો વીડિયો બનાવી તેના કુટુંબીજનોને બતાવવાની ધમકી આપી બ્લેકમેલ કરી વારંવાર બળાત્કાર ગુજારનારા ૫૬ વર્ષીય આરોપીને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં મદદ કરનારા તેના એક સાથીદારને પણ પકડવામાં આવ્યો છે. આ ઘટનાથી મુંબઇમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે.
ડી.એન. નગર પોલીસે આ મામલો પોક્સો એક્ટ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી સખસે પીડિતાને વાતોમાં ભોળવીને એક છોકરા સાતે મિત્રતા કરવા દબાણ કર્યું હતું. સગીરા અને છોકરા સાથે મિત્રતા થયા બાદ બંને વાત કરી રહ્યા હતા ત્યારે આરોપીએ તેમના ફોટા લીધા અને વીડિયો બનાવ્યો હતો. પીડિતાનો છોકરા સાથે વાત કરતો વીડિયો તેના પરિવારને બતાવશે એવી ધમકી આરોપીએ આપી હતી. આથી તે ડરી ગઇ હતી.
ત્યારબાદ સગીરાને બ્લેકમેલ કરી આરોપીએ વારંવાર તેનું જાતીય શોષણ કર્યું હતું. આરોપીના ત્રાસથી કંટાળીને કિશોરીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ડી.એન.નગર પોલીસે કેસ નોંધી આરોપી અને તેના સાથીદારની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
તાજેતરમાં ભાડુપની એક સ્કૂલમાં લિફ્ટ મેકેનિકે ૧૦ થી ૧૧ વર્ષીય ત્રણ વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરી હતી તેની ધરપકડ કરાઇ હતી.