નવા વર્ષમાં બોમ્બે હાઈકોર્ટની 132 દિવસની રજાઓ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
નવા વર્ષમાં બોમ્બે હાઈકોર્ટની 132 દિવસની રજાઓ 1 - image


કોર્ટ પ્રશાસને જારી કરેલી રજાની યાદી

વર્ષના 3જા ભાગ જેટલા સમયગાળા માટે રજા રહેશેઃ ઉનાળુ, દિવાળી અને નાતાલનું વેકેશન

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટ ૨૦૨૪માં ૩૬૫ દિવસમાંથી ૧૩૨ દિવસ બંધ રહેશે. ટકાવારી મુજબ જોવા જઈએ  તો વર્ષમાં ૩૬ ટકા   દિવસોએ હાઈકોર્ટ બંધ રહેશે. બ્રિટીશકાળની પરંપરા અનુસાર આ વખતે પણ હાઈ કોર્ટ પ્રશાસને રજા જાહેર કરી છે.

બોમ્બે હાઈ કોર્ટની તમામ બેન્ચમાં આ નિર્દેશ લાગુ રહેશે. આ અનુસાર  હાઈ કોર્ટની ઉનાળુ રજા ૩૦ દિવસ અને દિવાળી નિમિત્તે ૧૬ દિવસ, નાતાલમાં ૧૦ દિવસ બંધ રહેશે. ૧૩ મથી નવ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. દિવાળીની રજા ૨૮ ઓક્ટોબરથી આઠ નવેમ્બર સુધી રહેશે.

 મહિના અનુસાર જોઈએ તો હાઈ કોર્ટ સૌથી વધુ ૨૩ દિવસ મે મહિનામાં બંધ રહેશે. જૂન, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દરેક ૧૪ દિવસ કોર્ટનું કામ કાજ થશે નહીં. તહેવાર નિમિત્તે ૧૮ દિવસ કોર્ટ બંધ રહેશ. આ ઉપરાંત બાવન રવિવાર  તેમ જ બીજો અને ચૌથૌ શનિવાર એમ ૨૬ શનિવારે પણ કોર્ટ બંધ રહેશે. અમુક ચોક્કસ દિવસે પણ કોર્ટને રજા જાહેર કરાઈ છે.

નાગપુર બેન્ચમાં ૧૦ મેના રોજ અક્ષય તૃતિયા અને ૧૧ સપ્ટેમ્બરે મહાલક્ષ્મી પૂજા નિમિત્તે રજા જાહેર કરાઈ છે. પણજી બેન્ચમાં છઠ્ઠી સપ્ટેમ્બરે હરતાલિકા, ત્રીજી સપ્ટેમ્બરે ફિસ્ટ ઓફ સેન્ટ પ્રાન્સીસ ઝેવ્હીઅર તેમ જ ૧૯ ડિસેમ્બરે ગોવા મુક્તિ દિન નિમિત્તે રજા જાહેર કરાઈ છે.



Google NewsGoogle News