થાણે જિલ્લામાંથી 13.26 કરોડનો દારુ, ડ્રગ અને લ્હાણીની ચીજો જપ્ત
વિધાનસભાની આચારસંહિતા લાગુ થાય પછી કાર્યવાહી
મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી ૨૦ નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. આ માટેની આદર્શ ચૂંટણી આચારસંહિતા ૧૫ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી છે. ૧૫ ઓક્ટોબરથી પાંચમી નવેમ્બરના સમયગાળા દરમિયાન સમગ્ર થાણા જિલ્લામાંથી રૃ. ૧૩.૨૬ કરોડની કિંમતનો દારૃ, ડ્રગ્સ અને મફત વેચવાની વસ્તુઓ (ફ્રી બિઝ) જપ્ત કરવામાં આવી હતી. આ બાબતે વધુ વિગત આપતા થાણેના કલેક્ટર અશોક શિંગારેએ બુધવારે સ્પેશિયલ ઓભઝર્વર (ખર્ચ) બી. આર. બાલક્રિષ્નન સાથેની સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ઉક્ત વસ્તુઓની જપ્તીના સંબંધમાં અત્યાર સુધીમાં ૨૦૯ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ સાથે જ શિંગારેએ આગામી ચૂંટણી સાથે સંકળાયેલ આંકડાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે થાણે જિલ્લામાં કુલ ૧૮ વિધાનસભા મતદાર ક્ષેત્રો આવેલા છે અને વોટરોની કુલ સંખ્યા ૭૨,૨૯,૩૩૯ છ. જેમાં ૨૨,૮૨,૮૮૨ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે તૃતીયપંથીઓની સંખ્ય ૧૪૧૫ જેટલી છે. થાણે જિલ્લામાં ૧૮થી ૧૯ની વય જૂથના ૧,૭૨,૯૮૧ વોટરોનો સમાવેશ થાય છે. જ્યારે ૩૮,૧૪૯ દિવ્યાંગ છે અને ૮૫ વર્ષથી ઉપરના ૫૬,૯૭૬ વોટરોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં ૩૦,૮૬૮ કર્મચારીઓ વ્યસ્ત છે.