ચેમ્બુરમાં ડિજિટલ એરેસ્ટ કરી આધેડ પાસેથી 12.8 કરોડ પડાવાયા
હ્મુમન ટ્રાફિકિંગ ,મની લોન્ડરિંગના કેસોની ધમકી અપાઈ
ભેજાબાજાઓ કેસ ના નિકાલ બાદ પૈસા પાછા આપશું તેમ કહી મોટી રકમ પડાવી લીધી
આ બાબત ે છેતરપિંડીનો ભોગ બનનાર ૫૬ વર્ષીય વ્યક્તિએ ૨૮ નવેમ્બરના રોજ ઇસ્ટ રિજન સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરપિંડીની આ ઘટના ૧૯ જુલાઇથી ૧૨ ઓગસ્ટ વચ્ચે બની હતી. પોલીસે નાગા ચિમટી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનેલ ફ્રોડસ્ટર વિક્રમસિંહ સહિત અન્યો સામે તપાસ શરૂ કરી છે. જ્યારે જુદા-જુદા મોબાઇલ નંબર સાથે સંકળાયેલા અન્ય ફ્રોડસ્ટરો અને અજાણ્યા બેંક ખાતાધારકો તેમજ લાભાર્થીઓની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીને ચિમટીએ ફોન કરી તેના ઓળખપત્રના આધારે માનવ તસ્કરી અને મની લોન્ડરિંગ થયુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિક્રમસિંહે વોટ્સએપ વીડિયો કોલની મદદથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેના ખાતામા મોટા પ્રમાણમાં બ્લેકમની જમા છે. અને આ મુદ્દાને ઉકેલવા તેણે આ રકમ અન્ય ખાતામાં વાળવી પડશે આ રકમ તેને ટ્રાન્ઝેકશન પુરું થયા બાદ પાછી કરવામાં આવશે.
ફ્રોડસ્ટરોના જણાવ્યા મુજબ ફરિયાદીએ ફ્રોડસ્ટરોના જણાવ્યા મુજબ વિવિધ બેન્ક ખાતાઓમાં આ રકમ ટ્રાન્સ્ફર કરી આપી હતી પણ આ રકમ તેને પાછી મળી નહોતી.
ફરિયાદી પોતે બેરોજગાર છે પણ તેની આજીવિકા માટે તેણે માતા-પિતાની સંપતિ પર આધાર રાખવો પડતો હતો તેથી ફ્રોડ થયા બાદ તરત જ તેણે પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે બીએનએલ અને આઇટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફ્રોડમાં સંડોવાયેલા ફ્રોડસ્ટરો અને લાભાર્થીઓ સહિત તેમના અન્ય સાથીદારોને પકડી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.