Get The App

400 કરોડની છેંતરપિંડીના આરોપી બિલ્ડર ટેકચંદાનીની 113 કરોડની સંપત્તિ જપ્ત

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
400 કરોડની છેંતરપિંડીના આરોપી બિલ્ડર ટેકચંદાનીની 113 કરોડની સંપત્તિ જપ્ત 1 - image


1700 લોકો પાસેથી પૈસા લઈ ફલેટ ન આપ્યા

જપ્ત સંપત્તિમાં એમ્બીવલીના વિલા, અનેક પ્લોટ, ફલેટ તથા કમર્શિયલ ઓફિસો, મ્યુચ્યુઅલ ફંડ તથા  એફડીનો સમાવેશ 

મુંબઈ :  ૧૭૦૦થી વધુ લોકો સાથે ૪૦૦ કરોડથી વધુની છેંતરપિંડી કરનારા બિલ્ડર લલિત ટેકચંદાની તતા તેના સહયોગીઓની ૧૧૩.૫ કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતો ઈડી દ્વારા જપ્ત કરી લેવાઈ છે. બિલ્ડર ટેકચંદાની સામે મુંબઈ અને નવી મુંબઈ પોલીસ માં છેંતરપિંડીના અનેક કેસો નોંધાયેલા છે. 

ઈડીએ પ્રિવેન્શન ઓફ ંમની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ આ જપ્તીની કાર્યવાહી કરી હતી. જપ્ત કરવામાં આવેલી મિલકતોમાં  લોનાવાલાના એમ્બીવેલી ખાતેનો એક વિલા,  મુંબઈમાં વિવિધ રહેણાંક અને વ્યવસાયિક જગ્યાઓ, રાયગઢ જિલ્લામાં જમીનના  પ્લોટ  અને ૧૧૩.૫ કરોડ રૃપિયાની કુલ કિંમત ધરાવતી ફિક્સ ડિપોઝીટનો સમાવેશ થાય છે તેવું એજન્સીએ જણાવ્યું હતું.

ઈડીએ આ કેસમાં શેર, મ્યુચ્યુઅલ ફંડે, ૪૩ કરોડની રૃપિયાની ફિકસ્ડ ડિપોઝીટ રોકાણ પહેલેથી જ ફ્રીઝ અથવા જપ્ત કર્યું છે. ઈડી મુંબઈમાં ચેમ્બુર અને નવી મુંબઈના તલોજામાં નોંધાયેલ એફઆઈઆરના આધારે ટેકચંદાની સામે મની લોન્ડરીંગની તપાસ કરી રહી છે.

નવી મુંબઈના તલોજાના એક પ્રોજેક્ટના સંબંધમાં ઘર ખરીદનારાઓ વિરુધ્ધ છેતરપિંડીની એફઆઈઆર નોંધાવી હતી. ચેમ્બુર પોલીસ સ્ટેશનનો કેસ પાછળથી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ઈડીની તપાસમાં મેસર્સ સુપ્રીમ કન્સ્ટ્રકશન એન્ડ ડેવલપર પ્રા. લી.એ નવી મુંબઈના તલોજામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ૧૭૦૦થી વધુ ઘર ખરીદનારાઓ પાસેથી ૪૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભંડોળનો ઉપયોગ બિલ્ડર દ્વારા વ્યક્તિગત લાભ માટે અન ેપરિવારના સભ્યો સહિત વિવિધ નામે સંપત્તિ બનાવવા કરવામાં આવ્યો હતો. ટેકચંદાની સામે મુંબઈ પોલીસ દ્વારા ઓછામાં ઓછા સાત ગુના નોંધવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ વર્ષે જાન્યુઆરીમાં તેમની ધરપકડ કરી હતી.



Google NewsGoogle News