જાતીય અત્યાચારની 11 વર્ષીય પીડિતાને ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી
જેજે હોસ્પિટલમાં તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવા નિર્દેશ
ગર્ભાધાનને 30 સપ્તાહ થઈ જવા છતાં મંજૂરી છ બાળક જીવંત અવતરે તો સરકારે તેની જવાબદારી લેવાની રહેશે
મુંબઈ : જાતીય સતામણીની ૧૧ વર્ષની પીડિતાને ૩૦ સપ્તાહનો ગર્ભ પડાવવાની બોમ્બે હાઈકોર્ટે પરવાનગી આપી છે.
ન્યા. શર્મિલા દેશમુખઅને ન્યા. જિતેન્દ્ર જૈનની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે સગીરાએ ગુરુવારે જ જેજ ેહોસ્પિટલમાં ગર્ભપાતની પ્રક્રિયા કરવાની રહેશે.
બાળકીના પિતાએ ગર્ભપાતની પરવાનગી માગતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કાયદા અનુસાર ૨૦ સપ્તાહ બાદ ગર્ભ પડાવવા કોર્ટની પરવાનગી આવશ્યક છે.
અજ્ઞાાત આરોપી સામે પોક્સો અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધાયો છે. અરજદાર સગીર છે અને જાતીય અત્યાચારનો ભોગ બનેલી છે. આતી તેને ગર્ભપાતની પરવાનગી આપવામાં આવે છે.
ફોજદારી કેસની સુનાવણી માટે ગર્ભના રક્ત અને ટિશ્યુના નમૂના ડીએનએ કે અન્ય ટેસ્ટ માટે જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. જો બાળક જીવંત અવતરે તો તમામ તબીબી સુવિધા તેના જીવને બચાવવા ઉપલબ્ધ કરવાની રહેશે.
અરજદાર કે તેના પિતા બાળકની જવાબદારી લેવા ઈચ્છતા ન હોય તો સરકારે બાળકની બધી જવાબદારી લેવાની રહેશે, અમે પણ કોર્ટે જણાવ્યું હતું.