મુંબઈમાં 9 મહિનામાં જમીનના 11 હજાર કરોડના સોદા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
મુંબઈમાં 9 મહિનામાં જમીનના 11 હજાર કરોડના સોદા 1 - image


દેશમાં અત્યાર સુધીમાં થયેલો મોટામાં મોટો જમીનનો વ્યવહાર

મુંબઇ :  મુંબઈ અને મહામુંબઈ ક્ષેત્રમાં છેલ્લા નવ મહિના દરમિયાન જમીનના ૧૧ હજાર કરોડના સોદા થયા છે. આજ સુધી દેશમાં થયેલો જમીનના ખરીદ વેચાણનો વિક્રમી વ્યવહાર હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ક્ષેત્રમાં છેલ્લા નવ મહિનામાં થયેલા ૧૧ હજાર ૯૧ કરોડના જમીનના સોદામાં વધુમાં વધુ ૭૯૫૬ કરોડના સોદા મુંબઈ અને ઉપનગર વિસ્તારમાં થયા છે.

મુંબઈ પછીના ક્રમાંકે થાણેમાં ૨,૭૭૮ કરોડની કિંમતના જમીનના સોદા થયા હતા. થાણેમાં એક ખાનગી કંપનીનો પ્લોટ ૭૨૭ કરોડમાં વેંચાયો હતો.

આ પહેલાં મુંબઈના વરલી વિસ્તારમાં મિલની ૨૨ એકરની જમીન ૪૬૭૪ કરોડની વિક્રમી કિંમતે વેચાઈ હતી. આવી જ રીતે એક એક મોટી કન્સ્ટ્રક્શન ફર્મે સેન્ટ્રલ મુંબઈમાં એક પ્લોટ ૭૦૪ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. ભાંડુપની સાત એકરની જમીન એક મોટા ઉદ્યોગગૃહે ૨૭૪ કરોડ રૃપિયામાં ખરીદી હતી. ગયા જૂનમાં અંધેરીનો એક પ્લોટ ૫૦૦ કરોડમાં વેંચાયો હતો.



Google NewsGoogle News