દાણચોર ગેંગ પાસેથી 11 કરોડનું સોનું, 6 કિલો ચાંદી, 2.65 કરોડની રોકડ જપ્ત
પતિ-પત્ની સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ
સર્ચ ઓપરેશન વખતે 14મા માળેથી 2 કિલો સોનાના બાર અને 2 મોબાઈલ નીચે ફેંકી દીધા, મહિલા કારમાં ભાગી તો 6 કલાકે ઝડપાઈ
મુંબઈ : ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સના મુંબઈના યુનિટે ગોલ્ડ સ્મગલિંગ સંડોવાયેલા એક સિન્ડિકેટનો પર્દાફાશ કરી માસ્ટર માઈન્ડ તેની પત્ની અને અન્ય ચાર આરોપીને ઝડપી લીધો હતો.
આ ગેંગ પાસેથી રૃ.૧૦.૪૮ કરોડથી વધુ કિંમતનું ૧૬ કિલો સોનું છ કિલો ચાંદી અને રૃ.૨.૬૫ કરોડ રોકડ રકમ મળી આવી છે.
એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે 'ગ્રેડ માર્કેટમાં એક સિન્ડિકેટ સોનાની દાણચોરી અને વેચાણમાં સંડોવાયેલી હોવાની ચોક્કસ માહિતીના આધારે ડીઆરઆઈની મુંબઈ ઝોનલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીઆરઆઈ અધિકારીઓએ ઈનપુટ્સ પછી મંગળવારે દાણચોરી કરેલા સોનાના વેચાણ અને ખરીદી માટેના એક પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી રૃ.૧.૮ કરોડની રોકડ રકમ અને વિદેશથી દાણચોરી કરાયેલું ૧૦.૭ કિલો સોનું બારના સ્વરૃપમાં જપ્ત કરાયું હતું.
રમિયાન આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારની ઓળખ કરાઈ હતી. તેના નિવાસસ્થાને છાપો મારવામાં આવ્યો હતો. આ માસ્ટર માઈન્ડે સર્ચ ઓપરેશન વખતે ૧૪ માળે આવેલા નિવાસસ્થાનથી મોબાઈલ ફોન અને બે કિલો સોનાના બાર નીચે ફેંકી ીધા હતા. પોલીસે તેના ઘરેથી રૃ.૬૦ લાખ કબજે કર્યા હતા.
આ સિવાય ૧૫ કલાકની તપાસ કરી સોનાના બાર અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ માસ્ટર માઈન્ડની પત્ની પણ ગુનામાં સક્રિયપણે સંડોવાયેલી હતી. તેણે કારમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તેની છ કલાકની શોધખાળ બાદ ધરપકડ કરાઈ હતી. તેણે પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે 'ફાર્મહાઉસ અને તેની સહયોગીના ઘરે અમુક ચોરી અને રોકડ રકમ સંતાડી દીધી હતી. પછી તેના સહયોગીના ઘરેથી છ કિલો ચાંદી અને ૨.૨૫ લાખ મળી આવ્યા હતા.
આમ આ કાર્યવાહી દરમિયાન ૧૬.૪૭ કિલો સોનું, છ કિલો ચાંદી, રૃ.૨.૬૭ કરોડ રોકડા રકમ સાથે છ આરોપીની ટોળકીની ધરપકડ કરાઈ હતી.