મુંબઈમાં જાન્યુઆરીમાં 10900 ફ્લેટનું વેચાણ

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં જાન્યુઆરીમાં 10900 ફ્લેટનું વેચાણ 1 - image


ગયા વર્ષ કરતાં 2000 ફલેટ વધુ વેચાયા

રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયૂટી પેટે 746 કરોડનું મહેસુલ મળ્યું

મુંબઇ :  મુંબઈમાં ૨૦૨૩ દરમિયાન ફ્લેટના વિક્રમી વેચાણ બાદ નવા વર્ષે જાન્યુઆરીમાં એક જ મહિનામાં ૧૦,૯૦૦ ફ્લેટ-ઘરનું વેચાણ થયું હતું. આ વેચાણમાંથી રાજ્ય સરકારને ૭૪૬ કરોડનું મહેસુલ મળ્યું હતું.

ગયા વર્ષે જાન્યુઆરીમાં ૯૦૦૧ ફ્લેટ વેચાયા હતા. જ્યારે ગયા વર્ષની સરખામણીએ આ જાન્યુઆરીમાં ૧૯૦૦ વધુ ફ્લેટ વેચાયા છે.

એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે જાન્યુઆરીમાં જે વેચાણ થયું એમાં ૮૦ ટકા ઘર-ફ્લેટ અને ૨૦ ટકા ઓફિસની જગ્યાનો સમાવેશ થતો હતો.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦૦ ચો. ફૂ.થી ઓછા ક્ષેત્રફળના ફ્લેટોનું વધુ વેચાણ થયું છે. મુંબઈમાં મોટાભાગના ફ્લેટ એક કરોડ અથવા કરોડથી વધુ કિંમતે વેચાયા છે, એમ સ્ટેમ્પ-રજિસ્ટ્રેશન ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું.



Google NewsGoogle News