Get The App

મહારાષ્ટ્રમાં 108 એમ્બ્યુલન્સ સેવા નવાં નામે શરુ થશે

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં 108 એમ્બ્યુલન્સ  સેવા નવાં નામે શરુ થશે 1 - image


દરદીને  ગોલ્ડન અવરમાં મદદરૃપ થશે

બાઈક અને બોટ એમ્બ્યુલન્સ સુવિધા પણ ઉમેરાશેઃ 5 તબક્કામાં ચાલુ થશે

મુંબઈ :  આગામી મહિનાઓમાં મહારાષ્ટ્ર ઇમરજન્સી મેડિકલ સર્વિસીઝ (મેમ્સ) ૧૦૮ એમ્બ્યુલન્સ નામે પ્રોજેક્ટ રાજ્યમાં પાંચ તબક્કામાં શરૃ થશે. આ યોજનાની જાહેરાત બુધવારે, ૩૦મી ઓક્ટોબરે કરવામાં આવી હતી. અદ્યતન એમ્બ્યુલન્સના કાફલામાં બાઇક એમ્બ્યુલન્સ પણ હશે.

દરદી માટે ઇમરજન્સીના 'ગોલ્ડન અવર'માં મદદ પૂરી પાડવા માટે ભારત અને સ્પેનની એમ બે કંપનીઓના જોઇન્ટ વેન્ચર તરીકે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ અદ્યતન એમ્બ્યુલન્સનો કાફલો બનાવવામાં આવશે. આ એમ્બ્યુલન્સમાં વિશેષ મેડિકલ ઉપકરણો હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ પેરેઝ કાસ્ટેજોન વચ્ચે તેમની પ્રથમ ભારતમાં મુલાકાત પર ચાલી રહેલી દ્વિપક્ષીય બેઠકોના આધારે આ યોજના બનાવાઈ છે.

મેમ્સ પ્રોજેક્ટ વિશે

- આ પ્રોજેક્ટ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ દ્વારા દરદીઓને પ્રી-હોસ્પિટલ આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે અને તેમને આગળની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડશે. આ પહેલ ખાસ કરીને પ્રવાસીઓને અકસ્માત કે હાર્ટ અટેક જેવી સમસ્યાની ક્ષણોમાં પ્રથમ એક કલાકમાં નજીક હોસ્પિટલમાં પહોંચાડવા માટે કરવામાં આવી છે.

- દરદી, તેના પરિવારજનો કે કેરટેકર આવશ્યક્તા હોય ત્યારે ટોલ ફ્રી ૧૦૮ ઉપર કોલ કરી શકે છે. એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા આખું વર્ષ ૨૪ઠ૭ ઉપલબ્ધ રહેશે.

- અદ્યતન એમ્બ્યુલન્સમાં મોબાઇલ ડેટા ટર્મિનલ્સ, ટેબ્લેટ પીસી, જીપીએસ, સીસીટીવી, કોલર લોકેશન ટ્રેકિંગ જેવી ટેક્નોલોજી હશે.

- એમ્બ્યુલન્સમાં ફર્સ્ટ રિસ્પોન્સર બાઇક અને દરિયાક કે નદી પાર કરનારી બોટ એમ્બ્યુલન્સ પણ હશે.



Google NewsGoogle News