Get The App

98 શેલ કંપનીઓનાં 269 બેન્ક ખાતાં દ્વારા 10000 કરોડ વિદેશ મોકલાયા

Updated: Jan 11th, 2025


Google News
Google News
98 શેલ કંપનીઓનાં 269 બેન્ક ખાતાં દ્વારા 10000 કરોડ વિદેશ મોકલાયા 1 - image


ફ્રેઈટ કૌભાંડની ઈડીની તપાસનું પગેરુ મુંબઈના થાણેમાં મળ્યું

મુંબઇમાં 11 સ્થળોએ ઈડીના દરોડાઃ 12 લિમિટેડ કંપનીઓની સંડોવણીઃ  સિંગાપોર, હોંગકોંગ, થાઈલેન્ડ પૈસાની હેરફેર

મુંબઇ  - એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ગેરકાયદે વિદેશી  ચૂકવણીના કેસોમાં ચાલી રહેલી તપાસ દરમિયાન ૯૮ શેલ કંપનીઓ અને ૧૨ ખાનગી લિમિટેડ ક ંપનીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇડી આ તપાસ હેઠળ આરોપીઓએ  ફ્રેઈટ પેમેન્ટના નામે હોંગકોંગ, સિંગાપોર અને થાઇલેન્ડની કંપનીઓમાં મોકલેલ ૧૦ હજાર કરોડ રૃપિયાના વિદેશી પેમેન્ટ કોંભાંડનો પણ પર્દાફાશ કર્યો હતો.

આ  સંદર્ભે ઇડી અનુસાર આ લોકોએ છેતરપિંડી આચરવા માટે ૨૬૯  બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાઓ નકલી કંપનીઓના નામે ખોલવામાં આવ્યા હતા. જિતેન્દ્ર પાંડે અને  અન્યો  સામે  થાણે પોલીસમાં નોંધાયેલી એફઆઇઆરના આધારે એજન્સીએ તેની પ્રારંભિક કાર્યવાહી કરી હતી.  થાણે પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (આર્થિક ગુના શાખા) એ પાંડે અને અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. બે જાન્યુઆરીના રોજ મુંબઇની ઇડીની પ્રાદેશિક કચેરીએ ગેરકાયદે સર  વિદેશની ચૂંકવણીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) ૨૦૦૨ હેઠળ મુંબઇમાં ૧૧ સ્થળોએ દરોડા પાડયા હતા. એક સપ્તાહ બાદ એજન્સીએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન   એજન્સીએ લગભગ એક કરોડ રૃપિયાની રોકડ અને ઘરેણા જપ્ત કર્યા હતા.

ઇડીએ કહ્યું હતું કે દરોડાઓ દરમિયાન આરટીજીએસ  એનટ્રી ઓપરેટર્સનું નેટવર્ક શોધી કાઢવામાં આવ્યું હતું જેઓ બેન્ક ખાતાઓનું એક લૌયર બનાવીને ૯૮ ભાગીદાર કંપનીઓના બેંક ખાતામાં આરટીજીએસ એન્ટ્રી કરતા હતા જેથી આ  ફંડનું મૂળ અથવા  ફંડ કયાથી આવ્યું જાણી શકાય નહીં. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને લોજિસ્ટિકસના નામે વિદેશમાં ચૂકવણીના નામે મોટી રકમો વિદેશમાં મોકલવામાં આવતી હતી.


Tags :
croressentabroad

Google News
Google News