મોતના પીઆર સ્ટન્ટ માટે પૂનમ પર 100 કરોડનો બદનક્ષીનો કેસ

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
મોતના પીઆર સ્ટન્ટ માટે પૂનમ પર 100 કરોડનો બદનક્ષીનો કેસ 1 - image


પૂનમના પતિને પણ સહઆરોપી ગણાવાયો

પૂનમ તથા તેના પતિની ધરપકડ કરી કાનપુર અદાલત સમક્ષ હાજર કરવા  માગણી

મુંબઇ :  પોતાના મોતનો પબ્લિસિટી સ્ટન્ટ કરનારી પૂનમ પાંડે તથા તેના પતિ પર ૧૦૦ કરોડનો બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. 

ફેઝાન અન્સારી નામના નાગરિકે કાનપુરમાં પૂનમ સામે કેસ કર્યો છે. તેણે પૂનમ તથા તેના પતિ બંનેની ધરપકડ કરી તેમને અદાલત સમક્ષ હાજર કરવા માગણી કરી છે. 

આ કેસમાં જણાવાયું છે કે પૂનમે પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવી અનેક લોકોની લાગણીઓ સાથે કુઠારાઘાત કર્યો છે અને ખાસ તો કેન્સર પીડિતો તથા કેન્સરના કારણે જીવ ગુમાવનારા લોકોના સ્વજનોની ક્રૂર મજાક ઉડાવી છે. ફૈઝાનના દાવા અનુસાર પોતે કોર્ટમાં પણ અલગથી દાવો માંડી રહ્યો છે. ે

આ મહિનાની શરૃઆતમાં પાંડેની ટીમે ઘોષણા કરી હતી કે, પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરના કારણે નિધન થઇ ગયું છે. આ સમચાાર પૂનમના સત્તાવાર  સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકવામાં આવ્યા હતા. આ સમાચાર ફેલાવ્યા પછીના જ દિવસે પૂનમ પાંડેએ પોતાના સોશયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો મુકી જાહેર કર્યું હતું કે સર્વાઈકલ કેન્સર માટે જાગૃતિ માટે જ પોતે આ સમાચાર ફેલાવ્યા હતા. 

પૂનમનાં  આ સ્ટન્ટ બદલ લોકોએ તેની ભારે ઝાટકણી કાઢી હતી. આ સ્ટન્ટ કરનારી પૂનમની પીઆર કંપનીએ પણ છેવટે જાહેર માફી માગી હતી.



Google NewsGoogle News