થાણેમાં 8 વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં 10 વર્ષની કેદ
વિધવા માતા પીયરે રહેવા ગઈ ત્યાં નરાધમ ભટકાયો
મિલકતના વિવાદમાં ખોટો કેસ કરાયાની આરોપીની દલીલ ફગાવાઈ
મુંબઈ - નવ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં થાણેની વિશેષ કોર્ટે આરોપીન દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વિશેષ જજ દેશમુખે શુક્રવારે આરોપીને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. થાણેના રહેવાસી આરોપીને રૃ. ૧૦ હજારનો દંડ પણ ફટકારાયો છે અને રકમ પીડિતાને વળતર પેટે આપવાની રહેશે. પીડિતાને વધારાનું વળતર અપાવવા માટે પણ કેસ ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટીને સોંપવાનું જણાવ્યું છે.
વિશેષ સરકારી વકિલે કોર્ટને જાણ કરી હતી કે પીડિતા અને તેની વિધવા માતા નાના નાનીના ઘરે રહેવા ગયા હતા જ્યાં તેમનો એક સંબંધી આરોપી પણ રહેતો હતો. આરોપીએ બાળકીને વાંધાજનક વિડિયો બતાવીને વારંવાર બળાત્કાર કર્યો હતો. એપ્રિલ ૨૦૧૮ અને માર્ચ ૨૦૧૯ દરમ્યાન અત્યાચાર થયો હતો. બાળકીને અકે વાર માતાએ વાંધાજનક વિડિયો જોતા પકડી પાડતાં તેણે માતાને કથની કહી હતી.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીના પરિવાર અને પીડિતાની માતા વચ્ચે મિલકત વિવાદ ચાલતો હોવાથી ખોટો કેસ નોંધાવાયો છે. કોર્ટે જોકે દલીલ ફગાવીને અવિશ્વસનીય હોવાનું નોંધ્યું હતું.ાૃ