Get The App

મુંબઈના ઉપનગરોમાં ફલેટસના ભાવમાં 10 ટકાનો વધારો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
મુંબઈના ઉપનગરોમાં ફલેટસના ભાવમાં 10 ટકાનો વધારો 1 - image


મુંબઈ શહેર અને પરાંઓમાં પ્રોપ્રટી માર્કેટમાં તેજી

પ્લોટની કિંમત અને બાંધકામ સમાગ્રીના કિંમત વધવાથી ઘર મોંઘા બન્યા

મુંબઈ :  નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મુંબઈના ઉપનગરોમાં ઘરની કિંમતમાં ઓછામાં ઓછા ૧૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જમીનની અને બિલ્ડિંગ મટિરિયલ્સની કિંમત વધી હોવાથી ફલેટની કિંમતમાં વધારો થયો છે.

મુંબઈગરાઓ વન બીએચકે ફલેટને પ્રાથમિક્તા આપતા આવ્યા છે. આ ફલેટની કિંમત પણ ૭૫ લાખ રૃપિયાથી વધુ થઈ ગઈ છે.

મુંબઈ શહેર અને ઉપનગરમાં જમીનના પ્લોટની ડિમાન્ડ વધુ છે અને પુરવઠો ઓછો છે જેની અસર પ્લોટની કિંમત પર પડે છે. રિડેવલોપમેન્ટ પ્રોજેકટસમાં મૂળ રહેવાસીઓને ચો ઘર મળે છે. વેચાણ માટે બનાવેલા ફલેટસની કિંમતમાં વધારો થયો છે.

વર્ષ ૨૦૨૩માં મુંબઈ શહેર અને પરાઓમાં વેચાયેલી કુલ પ્રોપર્ટીમાંથી રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો હિસ્સો ૮૦ ટકા અને કમર્શિયલ પ્રોપર્ટીનો હિસ્સો ૨૦ ટકા હતો. દોઢ લાખથી વધુ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. એક રૃમ કીચન ધરાવતા લોકોએ એક બેડરૃમ કીચન અને ડ્રોઈંગરૃમના વન બીએચકે ફલેટસ લીધા હતા. વન બીએચકે ફલેટસ પ્રમાણમાં ઓછા બની રહ્યા છે.  ડેવેલોપર્સ ટુ-બીએચકે અને હજી વિશાળ ફલેટસ વધુ બનાવતા હોય છે. વર્ષ ૨૦૨૩માં કુલ ફલેટસના વેચાણમાં ટુ-બીએચકે ફલેટસનો હિસ્સો ૨૦ ટકા હતો. બે-બેડરૃમ ફલેટસની કિંમત પરાંઓમાં ૭૫ લાખથી ૧.૫ કરોડ જેટલી થઈ છે. જ્યારે મુંબઈ શહેરમાં રૃ.૮૦ લાખથી રૃ.બે કરોડ સુધી પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૨૩માં એમએમઆરમાં (મુંબઈ મેટ્રોોલિટન રિજિયન) કુલ ૧,૫૩,૮૭૦ ફલેટસ વેચાયા હતા. ભારતના ટોચના ૭ શહેરોમાં એમએમઆર પ્રથમ ક્રમે હતું જ્યારે પુણેમાં ૮૬,૬૮૦ ઘર વેંચાયા હતા.



Google NewsGoogle News