હોટેલના બાથરૃમમાં લપસી ગયેલા ગેસ્ટને 10 લાખનું વળતર રદબાતલ
રાજ્ ગ્રાહક પંચનો ચુકાદો રાષ્ટ્રીય પંચે પલટાવ્યો
બાથરૃમના પ્લાનમાં ખામી હોવાનો કોઈ પુરાવો ન હોવાનો તથા ફરિયાદી નશામાં હોવાની હોટેલની દલીલ
મુંબઈ : ૧૭ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડતમાં નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન કફ પરેડના રહેવાસીને બેથરૃમમાં પડી જવાથી થયેલી ઈજા બદલ અપાયેલુ ૧૦ લાખનું વળતર આપતો આદેશ રદ કર્યો છે. ૨૦૦૫માં પૂલસાઈડ પાર્ટી દરમ્યાન પાર્ક હયાટ ગોવા રિસોર્ટ એન્ડ સ્પાના બાથરૃમમાં પડી ગયા બાદ તેને ઈજા થઈ હતી.
રાજ્ય ગ્રાહક પંચે વળતરનો આદેશ આપતાં હોટેલે ૨૦૧૨માં રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં અપીલ કરી હતી. હોટેલે દલીલ કરી હતી કે બાથરૃમની ટાઈલ્સને કારણ કે હોટેલની બેદરકારીથી અકસ્માત થયોનથી પણ ફરિયાદીને લીધે થયો છે અને તે પાર્ટીમાં પીરસાયેલા દારૃના નશામાં હતો.
હોટેલની તરફેણમાં ચુકાદો આપીને પંચે જણાવ્યું હતું કે નિષ્ણાત અભિપ્રાયના અભાવથી કહી શકાય નહીં કે બાથરૃમમાં ખામી હતી. વળી બાથરૃમમાં હેન્ડલર પણ હતું. ફરિયાદ વિજય રાજપાલે ૨૦૦૭માં કરેલી મૂળ ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં અમંત્રિત તરીકે હોટેલમાં રહ્યો હતો. પોતે કોઈ દારુનું સેવન કર્યું નહોવાનું તેણે જણાવ્યું હતું. ન્હાવા માટે રૃમમાં પાછો ફર્યો ત્યારે ત્રણ પગથિયા ઉતરીને શાવર એરિયામાં જવાતું હતું. આથી બીજા પગથિયે પગ લપસતાં ઈજા થઈ હીત. સ્થાનિક સારવાર બાદ મુંબઈ લવાયો હતો અને ત્યાં સરાવાર લીધી હતી. એક વર્ષ સુધી પોતે નિયમિત કાર્ય કરી શક્યો નહોવાથી તેને રૃ. ૩૦ લાખનું વળતર માગ્યું હતું. ૨૦૧૨માં રાજ્ય ગ્રાહક પંચે રૃ. દસ લાખનું વળતર અપાવાનો આદેશ આપ્યો હતો. આથી હોટેલે તેની સામે અપીલ કરી હતી.
બાથરૃમનો પ્લાન સંબંધીત ઓથોરિટી પાસે મંજૂર કરાવેલો હતો. માર્બલ પણ લપસાય એવો નહોતો. હોટેલમાં ભૂતકાળમાં કોઈ ગેસ્ટે આવી ફરિયાદ કરી નથી કે આવી ઘટના બની નથી.