વસઈ વિરારમાં તહેવારો ટાણે 1 હજાર કિલો ભેળસેળિયું તેલ જપ્ત
મીઠાઈ, ફરસાણના 65 સેમ્પલ જપ્ત કરી લેબમાં મોકલાયાં
મેટ્રો 3 સહિત વિવિધ પ્રોજેક્ટસ માટે કંપનીએ આજ સુધી 5 કરોડથી વધુ દંડ ભર્યો છે
મુંબઈ : વસઈ વિરારમાં દિવાળી નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગમાં એક હજાર કિલો ભેળસેળિયું ખાદ્ય તેલ જપ્ત કરાયું હતું. આ ઉપરાંત મીઠાઈ તથા ફરસાણની વિવિધ સામગ્રીના ૬૫ નમૂના લેબમાં તપાસ માટે મોકલાયા હતા.
દિવાળીના તહેવાર નિમિત્તે, વસઈ-વિરારમાં અનેક મીઠાઈના વિક્રેતાઓ મીઠાઈની અસંખ્ય માગણીને પહોંચી વળવા માટે ભેળસેળયુક્ત ઉત્પાદનોનું બેફામ વેચાણ કરે છે. બીજી તરફ, નકલી પનીર, ડેરી ઉત્પાદનો, ફરસાણ તળવા માટે રિસાયકલ કરેલું તેલ અને કેટલીકવાર ફૂગ લાગેલા ઉત્પાદનો પણ વેંચાય છે.આ પ્રકારની ભેળસેળના કારણે નાગરિકો છેતરાઈ રહયા છે. આ ઉપરાંત શહેરીજનોના આરોગ્ય પર પણ તેની મોટી અસર થવાની શક્યતા છે. એથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખાદ્ય પદાર્થોના ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે.
દિવાળીના તહેવાર નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોની તપાસ માટે ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. તેલના નમૂનાઓ તાજેતરમાં તપાસણી માટે લેવામાં આવ્યા હતા. જેમાં ૧,૭૫ ,૫૨૮ રૃપિયાની કિંમતનું ૧ ,૧૦૨ કિલો તેલ ભેળસેળનું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હજુ પણ આ વિશે તપાસ ઝુંબેશ ચાલી રહી છે.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે, વસઈ-વિરારમાં માવા ૬, મીઠાઈ ૧૭, નમકીન ૩, દૂધ ૬, પનીર બે , ઘી બે , શ્રીખંડ એક , ફરસાણ ૯, મેડા બે , ચણાનો લોટ બે , રવો એક , તેલ ૧૪ જેવા કુલ ૬૫ ખાદ્યપદાર્થોના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે.આ વિશે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશનર પી. આર. સિંગરવાડે જણાવ્યું હતું કે,નમૂનાની તપાસ દરમિયાન જો કોઈ ખામી જણાય તોસંબંધિત પર કાર્યવાહી કરવામાં આવશે. .